- દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું
- તેલની વધતી કિંમતથી લોકો પણ હવે સરકારથી નારાજ
- આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. તેલની કિંમત સતત વધી રહી છે, જેના કારણે લોકો પણ હવે સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો છે. આજે તેલ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોની નવી કિંમત જાહેર કરી છે.
આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમત વધી
તેલ કંપનીઓના મતે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 35 પૈસાનો વધારો થયો છે. રાજધાની નવી દિલ્હીમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 0.35 રૂપિયા (106.89 રૂપિયા પ્રતિલિટર) અને 0.35 રૂપિયા (95.62 રૂપિયા) વધી છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.78 રૂપિયા પ્રતિલિટર (0.34 રૂપિયા ઉપર) અને ડીઝલની કિંમત આજે 103.63 રૂપિયા પ્રતિલિટર (0.37 રૂપિયાની ઉપર) છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.45 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 98.73 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 103.92 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 99.92 રૂપિયા પ્રતિલિટર છે. તો અમદાવાદમાં આજે પેટ્રોલ પ્રતિલિટર 103.23 તો ડીઝલ પ્રતિલિટર 102.26 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે.
આ પણ વાંચો- ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી, કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ
દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100ને પાર છે
દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલની કિંમત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિત એક ડઝન રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિલિટરના સ્તરને પાર કરી ગઈ છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિક ટેક્સ અને નૂરના આધારે વિવિધ રાજ્યોની વચ્ચે કિંમત અલગ અલગ હોય છે.
આ પણ વાંચો- RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય
દરરોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમતો
આપને જણાવી દઈએ કે, વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિદિવસ અપડેટ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરેક દિવસે સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી અપડેટ કરે છે.