મુંબઈઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, પત્રકાર અને સામાજિક કાર્યકર વિનાયક સાનપે નવરાત્રિ પર્વ નિમિત્તે કાંદિવલી (વેસ્ટ)ના પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત દાંડિયા ક્વીન તરીકે પ્રખ્યાત ફાલ્ગુની પાઠકના કાર્યક્રમ (Mumbai Falguni Pathak dandiya program) સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ આ ગ્રાઉન્ડનું 'વ્યાપારીકરણ' અટકાવવા આદેશ કરવા માંગણી કરવામાં આવી છે.
નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશઃ રાજ્ય સરકારને રમતના મેદાનમાં આવા તમામ કાર્યક્રમોમાં નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો આદેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અરજી બાદ હવે આ પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે.
ગુજરાતી ગરબાની રમઝત: મહત્વની વાત છે કે ગુજરાતની દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક (Petition against Falguni Pathak program) વર્ષોથી મુંબઈમાં વસતા ગુજરાતીઓને ગરબાની રમઝત આપતી આવી છે. જો કે આ વર્ષે આ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકનો કાર્યક્રમ થશે કે કેમ તેના પર પણ એક પ્રશ્નાર્થ છે.