અલવર: રાજસ્થાનના અલવર જિલ્લાના માલાખેડાના ચાંદપહારી ગામમાં જમીન પરથી દબાણ (Land Encrochment in Village) હટાવવા પોલીસ અને વહીવટીતંત્રની એક ટીમ સોમવારે પહોંચી હતી. જેના વિરોધમાં, એક વ્યક્તિએ પોતાની જાતને આગ (Set Himself on Fire Alwar) લગાડી હતી. જેનું નામ કરણ સિંહ ગુર્જર હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ દાઝેલા વ્યક્તિને ગંભીર હાલતમાં અલવરની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં (Rajiv Gandhi Hospital Alwar) સારવાર હેતું દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એની હાલતને ગંભીર હોવાને કારણે ડોક્ટરોએ તેને જયપુર (Jaipur Civil Hospital) રીફર કરી દીધો છે.
આ પણ વાંચો: Honeytrap Case in Junagadh: હનીટ્રેપના આરોપી રાજકોટના બંટી બબલીને જૂનાગઢ પોલીસે દબોચ્યાં
મામલો કોર્ટમાં: આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસ અધિક્ષક, એડીએમ સિટી, એસડીએમ સહિત તમામ વહીવટી અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા. પંચાયતે અલવરના માલખેડા વિસ્તારના નટની કા બારા પાસેના ચાંદપહારી ગામમાં કન્હૈયાલાલને 15 વીઘા સરકારી જમીન ફાળવી હતી. પરંતુ તે જમીન પર ગામના મંતુરામનો કબજો હતો. કબજો લેવા માટે કન્હૈયાલાલ ઘણી વાર તંત્ર સામે રજૂઆત કરવા ગયો હતો. પરંતુ મંતુરામે તેને કબજો લેવા દીધો નહીં. આ અંગે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઘણા વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે બાદ કોર્ટે પક્ષ અને વિપક્ષની દલીલો સાંભળી હતી.
આ પણ વાંચો: એવું તો શું થયું કે આખા પરિવારે કરી આત્મહત્યા, કારણ જાણીને રહી જશો દંગ
60 ટકા બળી ગયો: આ મામલે આવી સ્થિતિમાં કોર્ટે કન્હૈયા લાલની તરફેણમાં ચુકાદો આપતાં પોલીસ અને પ્રશાસનને જમીન પરથી અતિક્રમણ હટાવવાનો આદેશ આપ્યો હતો. જે અંગે સોમવારે માલાખેડા એસડીએમ અને માલાખેડા પોલીસ સ્ટેશનની પોલીસ જમીન પરથી દબાણ હટાવવા પહોંચી હતી. એ સમયે આ ઘટના બની હતી. આના વિરોધમાં મંતુરામના દીકાર કરણસિંહે પોતાના પર ડીઝલ છાંટીને આગચંપી કરી દીધી હતી. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ડીઝલમાં આગને કારણે એનું શરીર 60 ટકા બળી ગયું હતું.