- અસામાજિક તત્વોએ દેશી બનાવેલા બોમ્બથી હુમલો કર્યો
- આ બીજા જૂથના લોકો દ્વારા વાહનોમાં પણ તોડફોડ કરાઈ
- પોલીસે બોમ્બથી હુમલાની વાતને નકારી કાઢી
કોલકાતા, પશ્ચિમ બંગાળ : દુર્ગાપુર જિલ્લામાં શનિવારે રાત્રે દુર્ગા વિસર્જન ( Durga immersion attacked ) કર્યા બાદ પરત ફરી રહેલા લોકોએ દાવો કર્યો છે કે, અમારા પર અસામાજિક તત્વોએ દેશી બનાવેલા બોમ્બથી હુમલો કર્યો હતો. આ સાથે, અસામાજિક તત્વોએ લોકોના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હુમલામાં લોકોને ઈજા પહોંચી
મળતી માહિતી મુજબ આ ઘટના દુર્ગાપુર જિલ્લાના અન્નપૂર્ણા વિસ્તારમાં બની હતી. હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને શાંત કર્યા હતા. આ બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ACP (પૂર્વ) ધ્રુબજ્યોતિ મુખર્જીએ જણાવ્યું હતું કે, હુમલામાં થોડા લોકોને ઈજા થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. અમે હુમલાખોરોની ઓળખ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં દરેકની ધરપકડ કરવામાં આવશે.
દારૂની ચુકવણી બાબાતે થઈ લડાઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે જૂથો વચ્ચે દારૂની ચુકવણીને લઈને લડાઈ થઈ હતી. એક જૂથ દુર્ગા વિસર્જન બાદ પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન બીજુ જૂથ આવીને દારૂ ખરીદવા માટે પૈસા માંગવા લાગ્યું હતું. આ બાબતને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને લડાઈ શરૂ થઈ હતી. બાદમાં મામલો એટલો વધી ગયો કે, બીજા જૂથે બોમ્બથી હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. જોકે, પોલીસે કોઇપણ પ્રકારના બોમ્બ ધડાકાનો ઇન્કાર કર્યો છે.
આ પણ વાંચો: