કોરબા, છત્તિસગઢ: જિલ્લાના પોંડી ઉપરોડા નેશનલ હાઈવે 130 પર સવારે 4 વાગ્યે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો (road accident in Korba) હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. રાયપુરથી સીતાપુર જઈ રહેલી સ્પીડિંગ મેટ્રો બસ CG 04 MM3195 મડાઈ પાસે પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી, જેમાં એક બાળક સહિત 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 4 પુરૂષ, 2 મહિલા અને એક બાળક છે. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમા અમુક યાત્રીઓની હાલત ગંભીર છે. People died in road accident
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : આ ઘટના બાદ તુરંત જ હાઇવે પેટ્રોલિંગ ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. આ બાદ, ઈજાગ્રસ્તોને સંજીવની 112 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 6 લોકોના મૃતદેહ પોડી ઉપોરડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. મૃતકોના કેટલાક સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. બસની સ્પીડ એટલી ઝડપી હતી કે, તેની ડાબી બાજુનો ભાગ જ ઉડી ગયો હતો. road accident in Korba
પ્રવાસીઓએ આપી અકસ્માતની માહિતીઃ આ ભયાનક માર્ગ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં તેની માહિતી ફેલાઈ ગઈ હતી. બસમાં સવાર કેટલાક પ્રવાસીઓએ મદદ માટે ફોન કર્યો હતો. જે બાદ સવારથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કેટલાક ઇજાગ્રસ્તો અને મૃતકોના સંબંધીઓ પોડી ઉપોરડા ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજાગ્રસ્તો અને મૃતકો અંબિકાપુરના સીતાપુરના રહેવાસી છે.