Mahasamund Accident : છત્તીસગઢમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના મોત અને 20 ઈજાગ્રસ્ત - 5 ગ્રામજનોની હાલત ગંભીર
મહાસમુંદમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં પીકઅપમાં સવાર 2 લોકોના મોત થયા હતા. જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા હતા.
મહાસમુંદઃ છત્તીસગઢના મહાસમુંદમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર 2 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ પટેવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર: મહાસમુંદમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા. 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 5થી 6 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તને ઝાલપ સબ હેલ્થ સેન્ટર અને બાગબહરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તને રાયપુરના મેકહારામાં રિફર કરવામાં આવ્યા છે. પટેવા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
20 લોકો ઈજાગ્રસ્ત: સોમવારે રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો. પીકઅપમાં સવાર તમામ લોકો તેલબંધાના રહેવાસી છે. જેઓ ચોથ સાથે ડોકરપાળી ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે નર્તોરા સ્ટોપ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: Gaya Bomb Blast: ઈમામગંજમાં મંદિરની આસપાસ 2 બ્લાસ્ટ, 5 જીવતા બોમ્બ મળ્યા
5 ગ્રામજનોની હાલત ગંભીર: બાગબહરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રના BMO બુધિયાર સિંહે જણાવ્યું હતું કે "કેટલાક ઈજાગ્રસ્તને ઝાલપમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તને બાગબહરામાં લાવવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતમાં ઝાલપમાં એક અને બાગબહરામાં 1નું મોત થયું હતું. 5 ગ્રામજનોની હાલત ગંભીર છે. જેમને રાયપુર રીફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Surat Crime : બુટલેગરે પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર ધમકીઓ આપતા મહિલાએ કરી આત્મહત્યા
માર્ગ અકસ્માતો વધ્યા: આજકાલ માર્ગ અકસ્માતો ખૂબ જ વધી ગયા છે. સોમવારે કવર્ધામાં પોંડી ચોકી ખાતે રાયપુર જબલપુર નેશનલ હાઈવે 30 પર બે ટ્રકો અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આના થોડા દિવસ પહેલા કવર્ધામાં પીકઅપ ખાડામાં પડી ગયું હતું. અકસ્માતમાં પીકઅપમાં સવાર 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.