નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થવાની સંભાવના (President Draupadi Murmu will address both houses) છે અને તે વચ્ચે રિસેસ સાથે 6 એપ્રિલે સમાપ્ત થવાની સંભાવના છે. સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે President (Draupadi Murmu will address both houses) સત્રની શરૂઆત થશે. ગયા વર્ષે જુલાઈમાં સર્વોચ્ચ પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ મુર્મુનું સંસદના બંને ગૃહોને આ પ્રથમ સંબોધન હશે.
નાણામંત્રી સીતારમણ આપશે જવાબ: બજેટ સત્રના પહેલા ભાગમાં બંને ગૃહો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ પછી કેન્દ્રીય બજેટ પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. નાણામંત્રી સીતારમણ પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ (Nirmala Sitharaman respond Union Budget debate) આપશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમન સંસદમાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. સત્રનો પ્રથમ ભાગ 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે. આ પછી, બજેટ સત્રનો બીજો ભાગ 6 માર્ચથી શરૂ થશે અને તે 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે.
બજેટ સત્રનો બીજો ભાગ સંસદમાં: નવા સંસદ ભવનનું કામ સેન્ટ્રલ વિસ્ટાના વિકાસના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. સંસદના નિર્માણ સાથે સંકળાયેલા લોકોને વિશ્વાસ છે કે, બજેટ સત્રનો બીજો ભાગ સંસદની નવી ઇમારતમાં યોજવામાં આવી શકે છે. છેલ્લા સત્ર દરમિયાન નવ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત બિલ સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાએ નવ ખરડા પસાર કર્યા અને સત્ર દરમિયાન સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા બિલોની કુલ સંખ્યા નવ હતી.