નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે (lok sabha giriraj) મંગળવારે (lok sabha winter session)લોકસભામાં હોબાળો (ruckus in lok sabha) મચાવનારા વિપક્ષી સભ્યો પર નિશાન સાધતા (giriraj singh slams opposition) કહ્યું કે, જે લોકો ગૃહની બહાર લોકશાહીની બુમો પાડે છે, તેઓ ગૃહની અંદર લોકશાહીને કલંકિત કરે છે. પ્રશ્નકાળ (Parliament Winter Session 2021) દરમિયાન પૂરક પ્રશ્નનો જવાબ આપતાં ગ્રામીણ વિકાસ પ્રધાનએ આ ટિપ્પણી કરી હતી.
ગિરિરાજ સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન
ગિરિરાજ સિંહે એવા સમયે વિપક્ષ પર નિશાન સાધ્યું છે જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ લખીમપુર ખેરી હિંસા કેસ, પેગાસસ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચા ન થવા દેવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.
લોકશાહી માટે પોકાર કરનાર જ લોકશાહીને કલંકિત કરી રહ્યા છે
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે BJP સાંસદ સુશીલ કુમાર સિંહના પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, " જ્યારે વિપક્ષે અહીં લોકશાહીને તાર તાર કરી, તેવા સમયે તમારા દ્વારા બતાવવામાં આવેલી ધીરજની હું પ્રશંસા કરું છું " જે લોકો ગૃહની બહાર લોકશાહીની બુમો પાડે છે, તેઓ ગૃહની અંદર લોકશાહીને કલંકિત કરે છે.
વિપક્ષના સભ્યો દ્વારા અજય મિશ્રાને બરતરફ કરવાની માંગ
વિપક્ષના સભ્યોએ લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાને બરતરફ કરવાની માંગણી કરી, અને અન્ય કેટલાક વિષયો પર પહેલાની જેમ ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષો માંગ કરી રહ્યા હતા કે, અજય મિશ્રાને બરતરફ કરવામાં આવે અને લખીમપુર ખેરી કેસમાં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરવામાં આવેલી અરજી પર કોર્ટમાં ચર્ચા કરવામાં આવે.
આ પણ વાંચો:
Suspended MP Of Rajya Sabha : રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્રએ પક્ષોની બેઠક બોલાવી