- સવારે 8 વાગે લાગી હતી આગ
- ફાયર ટીમે આગ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો
- સંસદ ભવનમાં રૂમ નંબર 59માં આગ લાગી હતી
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર (Parliament winter session 2021)નો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. આજે શિયાળુ સત્રના ત્રીજા દિવસે સંસદના રૂમ નંબર 59 (parliament room number 59)માં અચાનક આગ લાગી ગઈ. ફાયર કંટ્રોલ રૂમ પ્રમાણે આ આગ (fire broke out in parliament) સવારે 8 વાગ્યે લાગી હતી, જેના પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આગ કોમ્પ્યુટર અને ટેબલ વગેરે ફર્નિચરોમાં લાગી હતી. સંસદ ભવન પરિસરમાં રહેલી ફાયરની ટીમે (fire brigade at the parliament house premises) આગ પર કાબૂ મેળવી લીધો છે.
સવારે 8 વાગ્યે લાગી હતી આગ
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે, બુધવાર સવારે 8 વાગ્યે સંસદ ભવનના રૂમ નંબર 59માં આગ લાગી ગઈ હતી. આગ સામાન્ય હતી, જેના પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાની ઘટનામાં કેટલાક ટેબલ, ખુરશીઓ અને કોમ્પ્યુટર બળી ગયા. જો કે આગ કેવી રીતે લાગી (reason behind fire in parliament of india) તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી.
શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે
ઉલ્લેખનીય છે કે અત્યારે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલી રહ્યું છે. આ સત્રમાં દેશના તમામ ટોચના નેતાઓ હાજર હોય છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા માટે સંસદની બહાર ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત રહે છે.
આ પણ વાંચો: Winter Session of Parliament:સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ, સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન