ETV Bharat / bharat

રાજ્યસભામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ, એક કલાક માટે કાર્યવાહી સ્થગિત

author img

By

Published : Feb 7, 2022, 11:55 AM IST

સંસદભવનમાં રાજ્યસભાની કાર્યવાહી (Rajya Sabha proceedings adjourned) શરૂ થતા જ સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ લતા મંગેશકરના નિધનનો (M. Venkaiah Naidu on Lata Mangeshkar) ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તમામ સભ્યોએ થોડો સમય મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

PARLIAMENT TO BE ADJOURNED FOR AN HOUR
PARLIAMENT TO BE ADJOURNED FOR AN HOUR

નવી દિલ્હી: ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ (Tribute to Lata Mangeshkar in Rajya Sabha) આપ્યા બાદ સોમવારે રાજ્યસભાની કાર્યવાહી તેમના સન્માનમાં એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ લતા મંગેશકરના નિધનનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ તમામ સભ્યોએ થોડી ક્ષણ મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પણ વાંચો: લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, બોલિવૂડથી લઈને રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

લતા મંગેશકર 1999થી 2005 સુધી રાજ્યસભાના નામાંકિત સભ્ય હતા

સંગીતની દુનિયામાં લતા મંગેશકર (M. Venkaiah Naidu on Lata Mangeshkar) દ્વારા ભજવવામાં આવેલી નોંધપાત્ર ભૂમિકાને યાદ કરતાં નાયડુએ કહ્યું હતું કે, તેમના અવસાન સાથે એક યુગનો અંત આવ્યો છે અને દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા સાત દાયકામાં લતા મંગેશકરે કેટલીક વિદેશી ભાષાઓ સહિત 36 ભાષાઓમાં 25 હજારથી વધુ ગીતો ગાયા અને પોતાના સુરીલા અવાજથી દેશ અને દુનિયાને મંત્રમુગ્ધ કર્યા છે. લતા મંગેશકર 1999થી 2005 સુધી રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ હતા.

આ પણ વાંચો: ઓવૈસીની ગાડી પર ફાયરિંગની ઘટનાને લઈને સંસદમાં આજે અમિત શાહ આપશે નિવેદન

આજે કોઈ શૂન્ય કલાક અને પ્રશ્નકાળ રહેશે નહીં: એમ.વેંકૈયા નાયડુ

લતા મંગેશકરનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન (Tribute to Lata Mangeshkar in Rajya Sabha) થયું હતું. મુંબઈમાં સંપૂર્ણ રાષ્ટ્ર સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરના માનમાં રાજ્યસભા ગૃહને એક કલાક માટે સ્થગિત કરવા સાથે, નાયડુએ કહ્યું કે આજે કોઈ શૂન્ય કલાક અને પ્રશ્નકાળ રહેશે નહીં અને રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ગૃહ શરૂ થયા પછી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉત્તર પ્રદેશમાં લોકસભાના સભ્ય અસદુદ્દીન ઓવૈસીના વાહન પર થયેલા હુમલા અંગે નિવેદન આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.