ETV Bharat / bharat

PARLIAMENT MONSOON SESSION 2023: મણિપુર મુદ્દે રાજકારણ કરવું શરમજનક ગણાયઃ અમિત શાહ

author img

By

Published : Aug 9, 2023, 12:28 PM IST

Updated : Aug 9, 2023, 7:47 PM IST

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. તેમને કહ્યું કે જ્યારે મેં છેલ્લી વાર વાત કરી હતી ત્યારે તમને કદાચ દુઃખ થયું હતું. જ્યારે મેં અદાણીજી વિશે આટલું જોરથી કહ્યું ત્યારે તમારા વરિષ્ઠ નેતાઓને દુઃખ થયું.

Etv Bharat
Etv Bharat

18.27, August 09

મણિપુર પર રાજકારણ કરવું શરમજનકઃ શાહ

લોકસભામાં મણિપુર હિંસાને લઈને અમિત શાહે કહ્યું કે, આ ઘટના શરમજનક છે પણ આ ઘટના પર રાજકારણ કરવું તેનાથી પણ વધુ શરમજનક છે.

17.57, August 09

નહેરૂની ભૂલ કલમ 370ને વડાપ્રધાને મોદીએ રદ કરીઃ શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં પરિવર્તન લાવનાર નરેન્દ્ર મોદી છે. જવાહરલાલ નહેરૂની ભૂલ કલમ 370ને રદ કરનાર નરેન્દ્ર મોદી છે. અમે હુર્રિયત અને પાકિસ્તાન સાથે ચર્ચા કરીશું નહીં. અમે ચર્ચા ખીણના યુવાનો સાથે કરીશું.

17.39, August 09

વડાપ્રધાન મોદી એકમાત્ર નેતા જેને 14 દેશોમાં સન્માન મળ્યુંઃ શાહ

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદી દુનિયાભરમાં એકમાત્ર એવા નેતા છે જેમણે 14 દેશોમાં સન્માન મળ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતનું સન્માન વધારવાનું કાર્ય કર્યુ. જી20 કાર્યક્રમનું 55 સ્થળો પર આયોજિત કરીને દેશનું ગૌરવ વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ.

17.34, August 09

રાહુલ ગાંધી પર અમિત શાહનો વાકપ્રહાર

અમિત શાહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું સદનમાં એક સભ્ય એવા પણ છે કે જેણે 13વાર લોન્ચ કરવામાં આવ્યા પણ તેઓ દરેક વખત ફેલ રહ્યા. જેના ઘરે તેઓ ભોજન કરવા ગયા તે કલાવતીના ઘરે પાયાગત સુવિધાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહોંચાડી હતી.

17.32, August 09

અવિશ્વાસ વિપક્ષને હોઈ શકે છે જનતાને નહીંઃ શાહ

અમિત શાહે કહ્યું, આ અવિશ્વાસ તમને હોઈ શકે છે...દેશના ગરીબોને ન હોઈ શકે.ત્યારબાદ શાહે મોદી સરકારની અનેક યોજનાઓ ગણાવી.

17.09, August 09

વડાપ્રધાન મોદીએ 9 વર્ષમાં 50 યુગાન્તકારી નિર્ણયો લીધાઃ શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, બે તૃતિયાંશ બહુમતથી ભાજપ ચૂંટાઈને આવી છે. 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતથી સ્થિર સરકાર ભાજપે આપી છે. દેશમાં આઝાદી પછી સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમણે 9 વર્ષની અંદર 50 યુગાન્તકારી નિર્ણયો લીધા છે.

17.04, August 09

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહે બોલવાનું શરૂ કર્યુ

15.56, August 09

મણિપુર મુદ્દે કૉંગ્રેસ સાંસદોનું રાજ્યસભામાંથી વોકઆઉટ

રાજ્યસભામાં બુધવારે મણિપુર મુદ્દે જોરદાર હોબાળો થયો છે. આ દરમિયાન કૉંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમારો ઈરાદો હતો કે જ્યારે સદનમાં મણિપુર પર વિસ્તૃત ચર્ચા થાય તો કંઈક માહિતી મળે. વડાપ્રધાન મોદી સદનમાં આવવા તૈયાર નથી અને સરકાર અમારી વાત સાંભળવા જ તૈયાર નથી. આ બાબતનો વિરોધ કરતા અમે સદનમાંથી વોકઆઉટ કરી રહ્યા છીએ.

13.12, August 09

કાશ્મીરી પંડિતોને ધમકાવનારાઓને બક્ષવામાં નહીં આવેઃ સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યુંઃ આજ સદનમાં રાહુલ ગાંધીએ પોતાની યાત્રા વિશે જણાવ્યું અને જો ચાલે તો કલમ 370 ફરીથી લાગુ કરે. હું સદનમાંથી ભાગી ગયેલા વ્યક્તિઓને કહેવા માંગું છું કે દેશમાં ફરીથી 370 કલમ લાગુ નહીં થાય અને કાશ્મીરી પંડિતોને ગાલિબ, રાલિબ અને ચલીબથી ધમકાવનારાને બક્ષવામાં નહીં આવે.

13.02, August 09

રાહુલ ગાંધી સંસદ ભવનથી રાજસ્થાનના પોતાના કાર્યક્રમમાં જવા રવાના થયા

અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રજૂઆત પૂરી કરીને રાહુલ ગાંધી રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા

12.50, August 09

મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ છેઃ સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું છે કે મણિપુર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે જ. રાહુલ ગાંધી ભારત માતાની હત્યાની વાત કરે છે. મણિપુર ન તો ખંડિત હતું, ન ખંડિત છે અને ખંડિત થશે નહીં.

12.41, August 09

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે મણિપુરમાં ભારતની હત્યા કરી છે. તમે ભારત માતાના હત્યારા છો. હું મણિપુરમાં માતાની હત્યા થઈ છે તેની વાત કરૂ છું. જો વડાપ્રધાન મોદી ભારતના હૃદયનો અવાજ સાંભળી ન શકે તો બીજા કોનો અવાજ સાંભળે છે. તેઓ જેનો અવાજ સાંભળે છે અદાણીજી મુદ્દે મોદીજીએ શું કહ્યું હતું?

12.35, August 09

રાહુલ ગાંધીના સંબોધનને લઈને સદનમાં હોબાળો શરૂ

અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીને મણિપુર મુદ્દે પોતાની રજૂઆત બાદ ભારે હોબાળો મચી ગયો હતો

નવી દિલ્હી: મોદી સરકાર બુધવારે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. સરકાર સામેના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લી વાર જ્યારે મેં વાત કરી ત્યારે મેં અદાણીજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેથી તમારા વરિષ્ઠ નેતાને થોડું દુઃખ થયું. પણ મેં માત્ર સત્ય કહ્યું. આજે જેઓ ભાજપના મિત્રો છે તેમને ડરવાની જરૂર નથી.

રાહુલે મણિપુર મુદ્દે મોદી પર કર્યા વાકપ્રહાર

રાહુલ: હું મણિપુર ગયો, વડાપ્રધાન ના ગયા કારણકે તેઓ મણિપુરને ભારતનો હિસ્સો નથી ગણતા

મણિપુરની મહિલાનું દૂ:ખ વર્ણવ્યું - "મારા દીકરાને મારી નજર સામે ગોળી મારી. હું આખી રાત મારા દીકરાના શબ સાથે સૂતી રહી. મારી પાસે કશું નથી."

12.11, August 09

આજે મગજથી નહીં પણ હૃદયથી બોલીશઃ રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપના મિત્રોએ ડરવાની જરૂર નથી. હું આજે અદાણીનો મુદ્દો નહીં ઉઠાવું, હું આજે મગજથી નહીં પણ હૃદયથી બોલીશ

10.36, August 09

ભાજપના લોકોનું એકમાત્ર કામ રાહુલ ગાંધી અને તેમના પરિવારને ગાળો આપવાનું છેઃ અધિર રંજન ચૌધરી

કૉંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે મોદી અને તેમની સરકાર રાહુલ ગાંધીથી આટલા કેમ ડરેલા છે, મને આ બાબતથી બહુ આશ્રર્ય થાય છે.

10.23, August 09

બીજેપી સાંસદો દ્વારા સંસદ પરિસરમાં પ્રદર્શન કરવામાં આવ્યું અને વંશવાદ ભારત છોડોના સૂત્રોચ્ચાર કરાયા

નવી દિલ્હીઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધી આજે લોકસભામાં બોલશે. પહેલા દિવસે સદનમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંને દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. મણિપુર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસ્તાવના પહેલા દિવસે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિશાના પર લેતા કહ્યું હતું કે તેઓ પોતાના દીકરાને સેટ અને જમાઈને ભેટ આપવાનું કાર્ય કર્યુ છે. મણિપુરના મુદ્દે કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુએ કૉંગ્રેસ પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસની લાપરવાહીને મણિપુર હિંસા પાછળ મુખ્ય કારણ ગણાવ્યું છે.

Last Updated : Aug 9, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.