ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં 'લેટર બોમ્બ': ગૃહપ્રધાન દેશમુખે કહ્યું કે- 100 કરોડની જરૂર છે-પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - latter

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીરસિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે.

પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
author img

By

Published : Mar 20, 2021, 10:49 PM IST

  • પરમવીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
  • અંબાણીની એન્ટિલિયા બિલ્ડિંગની બહાર એક દાવા વગરની SUV મળી આવી હતી
  • ઉપયોગમાં લેવાયેલી મર્સિડીઝ કાર કરી હતી કબ્જે

મુંબઈ: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર પરમવીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગૃહપ્રધાન અનિલ દેશમુખ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે,અનિલ દેશમુખે સચિન વાજેને હપ્તા લેવાનું કહ્યું હતું. જોકે, ગૃહ પ્રધાન દેશમુખે તેમના ઉપર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા બતાવ્યા છે.ચિઠ્ઠીમાં પરમવીરે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ ઉપર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવીને કહ્યું કે, દેશમુખે જ વાજેને વસુલીનું કહ્યું હતું.

પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

પરમવીરે કહ્યું કે, દેશમુખે વાજેને દર મહિને 100 કરોડની વસૂલાત કરવાની વાત કરી હતી.

પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

તે જ સમયે (NIA), જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર મળી વિસ્ફોટકથી ભરેલી SUVના મામલાની તપાસ કરી રહી છે, હવે થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનનાં મોતની પણ તપાસ કરશે.

આ પહેલા મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે શુક્રવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને મળ્યા હતા. આ સમય દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ બે કલાક પછી બેઠકમાંથી બહાર આવતાં દેશમુખે કહ્યું કે તેઓ એન્ટિલિયા બોમ્બ મામલાની ચર્ચા કરી.

પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

રાજ્ય સરકાર NIAને સંપૂર્ણ ટેકો આપી રહી

દેશમુખે કહ્યું કે, NIA અને ATS આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર NIAને સંપૂર્ણ ટેકો આપી રહી છે. બંને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

જો કે, મુંબઇ અને રાજ્ય પોલીસ દળનું મનોબળ તૂટી ગયું છે કે કેમ તેવા પ્રશ્નના જવાબનો તેમણે ઇનકાર કરી દીધો હતો. બુધવારે ક્રાઇમ બ્રાંચના API વાજેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે

શું છે મામલો...?

મહત્વનું છે કે, 25 ફેબ્રુઆરીએ અંબાણીની એન્ટિલિયા બિલ્ડિંગની બહાર એક દાવા વગરની SUV મળી આવી હતી. જેમાં જિલેટીનની 20 સ્ટીક મળી આવી હતી. એવો આરોપ છે કે, વાજે SUVમાં જિલેટીન રાખ્યો હતો. આ આરોપોના સંદર્ભમાં વાજે NIA અને મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) ના સંચાલન હેઠળ છે. આ ઘટના બાદ થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનનું 5 માર્ચે અવસાન થયું હતું.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલા વિસ્ફોટક મામલાની કાર્યવાહી કરવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલા મુંબઈ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની બુધવારે બદલી થઈ હતી. રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, વરિષ્ઠ IPS અધિકારી હેમંત નગરાલે સિંહ, જે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકનો હવાલો સંભાળે છે. તેઓ મુંબઈ પોલીસના નવા કમિશ્નર બનશે. સિંહને રાજ્યના હોમગાર્ડ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ સાથે સંકળાયેલો હતો

મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની આ કેસમાં ભૂમિકા ભજવવા બદલ 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ સાથે સંકળાયેલો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, NIAએ મંગળવારે વાજે દ્વારા ઉપયોગમાં લેવાયેલી મર્સિડીઝ કાર કબ્જે કરી હતી અને તેમાંથી પાંચ લાખ રૂપિયા જપ્ત હતા. તેમજ તેની ઓફિસમાં શોધખોળ દરમિયાન લેપટોપ, આઈપેડ અને મોબાઈલ ફોન અને વાંધાજનક દસ્તાવેજો જેવા ઇલેક્ટ્રોનિક સામાન પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.