નવી દિલ્હીઃ ટ્વિટરના વેચાણ બાદ પરાગ અગ્રવાલના(Twitter CEO Parag Agrawal) ભવિષ્ય પર ચર્ચાઓએ દોર પકડ્યો હતો. એલોન મસ્કે ટૂંક સમયમાં કંપનીના મેનેજમેન્ટમાં મોટો ફેરફારો કરી રહ્યા છે. ટ્વિટરના વર્તમાન CEO પરાગ અગ્રવાલને છૂટા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ તેમાં એક મોટો વળાક સામે આવ્યો છે. અગ્રવાલની પત્ની વિનીતા અગ્રવાલને કંપનીમાં પ્રવેશ આપવામાં આવ્યો(Twitter in entry Vinita Agarwal) છે. આ પ્રવેશ પાછળનું કારણ એ છે કે, વિનિતા અમેરિકામાં જે કંપનીમાં કામ કરે છે, તે કંપનીએ એલોન મસ્કને 7.1 બિલિયન ડોલરનું સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો - હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે? એલોન મસ્કના ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલનું નિવેદન
વિનીતા અગ્રવાલની થઇ એન્ટ્રી - એલોન મસ્ક દ્વારા ટ્વિટરની ખરીદી બાદ, ઘણી કંપનીઓ અને રોકાણકારોએ આ સોદાને ભંડોળ આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ કંપનીઓમાંની એક યુ.એસ વેન્ચર કેપિટલ ફર્મ એન્ડ્રીસેન હોરોવિટ્ઝ (a16z) પણ છે, જેણે એલોન મસ્ક સાથે 7.1 ડોલર બિલિયનનું રોકાણ કર્યું છે. વેન્ચર કેપિટલ કંપની એન્ડ્રીસન હોરોવિટ્ઝની જનરલ પાર્ટનર વિનીતા અગ્રવાલ છે, જે ટ્વિટરના CEO પરાગ અગ્રવાલની પત્ની છે. વિનીતા કંપનીના બાયો એન્ડ હેલ્થ ફંડ, લાઈફ સાયન્સ ટૂલ્સ, ડિજિટલ હેલ્થ, તેમજ ડ્રગ ડેવલપમેન્ટ અને પેશન્ટ કેર ડિલિવરીનું નેતૃત્વ કરે છે.
આ પણ વાંચો - Twitter CEO Parag Agrawal: ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ પેરેંટલ લીવ પર જશે
એલન મસ્કને ટ્વિટર ખરીદવામાં કોને કરી મદદ - એન્ડ્રીસેન હોરોવિટ્ઝ ફેસબુકના સૌથી મોટા સમર્થકોમાંના એક છે. એન્ડ્રીસેન હોરોવિટ્ઝ (a16z) માં જોડાતા પહેલા વિનીતાએ હેલ્થકેર સેક્ટરમાં ઘણું કામ કર્યું હતું. તે એક ચિકિત્સક છે અને હેલ્થટેક સ્ટાર્ટઅપ્સ Google વેન્ચર્સ લાઇફ સાયન્સ ટીમમાં સાહસ રોકાણકાર તરીકે કામ કર્યું છે. આ પહેલા તેણીએ Kyrus ખાતે ડેટા સાયન્ટિસ્ટ તરીકે અને McKinsey કંપનીમાં બાયોટેક, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ ક્લાયન્ટ્સ માટે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી હતી. તે ફ્લેટિરન હેલ્થમાં પ્રોડક્ટ મેનેજમેન્ટમાં ડિરેક્ટર પણ રહી ચૂકી છે.
વિનિતાનો શૈક્ષણિક રેકોર્ડ - વિનિતા અગ્રવાલ કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરી, લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરી અને બ્રોડ ઇન્સ્ટિટ્યૂટમાં શૈક્ષણિક સંશોધકો સાથે સંકળાયેલી છે, જ્યાં તેણે કોમ્પ્યુટેશનલ બાયોલોજી અને હ્યુમન જિનેટિક્સમાં સ્નાતક થયા છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બાયોફિઝિક્સમાં બેચલર ઓફ સાયન્સ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી MD અને PhD પણ કર્યું છે. વિનીતા સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે ચિકિત્સક અને સહાયક ક્લિનિકલ પ્રોફેસર છે. તે વિનીતા બિગહાટ બાયોસાયન્સ, જીસી થેરાપ્યુટિક્સ, મેમોરા હેલ્થ, થાઇમ કેર, પર્લ હેલ્થ અને વેમાર્ક સહિત અનેક પોર્ટફોલિયો કંપની બોર્ડમાં સેવા આપે છે.
અગ્રવાલ ફેમીલી પર એક નજર - પરાગ અગ્રવાલે IIT બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બીટેકનો અભ્યાસ કર્યો છે. તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી PhD પૂર્ણ કર્યું. પરાગ અને વિનીતાને અંશ નામનો પુત્ર છે. આ દિવસોમાં દંપતી સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં રહે છે. ટ્વિટરના સંપાદન પછી પરાગના ભાવિ પોસ્ટ પર સસ્પેન્સ યથાવત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટેસ્લાના CEO એલોન મસ્ક પોતે સોશિયલ પ્લેટફોર્મના કામચલાઉ CEO બની શકે છે. જો કે, કરારની કલમને કારણે ટ્વિટર છોડ્યા પછી પરાગને લગભગ 39 ડોલર મિલિયન મળવાની શક્યતા છે. 2021 માટે તેમનું કુલ વળતર 30.4 ડોલર મિલિયન હતું.