ETV Bharat / bharat

Padma Awards 2023: ઉદ્યોગપતિ બિરલા, ગાયિકા સુમન કલ્યાણપુર સહિત જૂનાગઢના હીરબાઈ પદ્મ પુરસ્કારથી સન્માનિત - બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ

જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસએમ કૃષ્ણા અને જાણીતા પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરને બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કુલ 106 વ્યક્તિત્વોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પદ્મ શ્રી
પદ્મ શ્રી
author img

By

Published : Mar 22, 2023, 9:28 PM IST

Updated : Mar 22, 2023, 9:53 PM IST

નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ શ્રી એવોર્ડ પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસએમ કૃષ્ણા, જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને પ્રખ્યાત પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુરને પદ્મ પુરસ્કારથી એનાયત કર્યા હતા. આ ઉપરાંત અબજોપતિ શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ: પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી (મરણોત્તર)ને પણ દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો. આર્કિટેક્ચર માટે મિનિમલિસ્ટિક, સરળ અને ઇકો-ફ્રેન્ડલી અભિગમનો ઉપયોગ કરવા માટે જાણીતા દોશીએ અનેક આઇકોનિક સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરી હતી.

આ પણ વાંચો: Oscar Nomination: MM કીરવાણીએ પદ્મશ્રીથી સન્માનિત થવા બદલ વ્યક્ત કર્યો આભાર

ઉદ્યોગપતિ બિરલાને પદ્મ ભૂષણ: આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બિરલાને પદ્મ ભૂષણ આપવામાં આવ્યું છે. વિદેશમાં સાહસ કરનાર પ્રથમ ભારતીય સમૂહમાંથી એક અને વ્યાપક વૈશ્વિક હાજરી હાંસલ કરી છે.

સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણ: સુમન કલ્યાણપુર એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર છે જેમણે ચાર દાયકાની કારકિર્દી દરમિયાન હિન્દી, મરાઠી અને અન્ય 11 ભાષાઓમાં અસંખ્ય હિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના જાંબુર ગામના સિદી કોમ માટે કામ કરનાર હીરબાઈ ઈબ્રાઈમ લોધીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સૌથી ઓછી ઉંમરે હોકી રમનાર રાની રામપાલનું પદ્મશ્રીથી સન્માન, પરિજનોમાં ખુશી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કાર: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસએમ કૃષ્ણાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અકાસા એરના ફાઉન્ડર દિવંગત રાકેશ ઝૂનઝૂનવાલાને મરણોત્તર પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પદ્મ શ્રી એવોર્ડ વિતરણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા.

Last Updated : Mar 22, 2023, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.