ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત, પાડોશી રાજ્યો પણ નથી કરી શકતા મદદ - મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસી છે ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેડિકલ ઓક્સિજનની અછત છે અને કોરોના વાયરસના દર્દીઓ માટે કેન્દ્ર સરકારના વાયુ સેનાના વિમાનો દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવવો જોઈએ. જ્યારે ઉદ્ધવ ઠાકરેના પ્રધાનનું કહેવું છે કે, પાડોશી રાજ્ય ઓક્સિજન નથી આપી શકતા.

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત, પાડોશી રાજ્યો પણ નથી કરી શકતા મદદ

author img

By

Published : Apr 15, 2021, 8:40 AM IST

  • રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની અછત અંગે પાડોશી રાજ્યોથી સંપર્ક કર્યો હતો
  • મહારાષ્ટ્રે મેડિકલ ઓક્સિજનનો બગાડ અટકાવવો પડશે
  • કોરોનાના દર્દીઓ અને શ્વાસ સંબંધી અન્ય રોગની સારવાર માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો ઉપયોગ કરાય છે

આ પણ વાંચોઃ વડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની અછત અંગે પાડોશી રાજ્યોથી સંપર્ક કર્યો હતો, પંરતુ ત્યાં પણ ઓક્સિજનની માગના કારણે તેમણે ઓક્સિજન આપવાનો ઈનકાર કરી દીધો છે. મહારાષ્ટ્રે મેડિકલ ઓક્સિજનનો બગાડ અટકાવવો પડશે. કારણ કે, આ સમયે ઓક્સિજનની માગ વધુ છે. કોવિડ-19ના દર્દીઓ અને શ્વાસ સંબંધી અન્ય રોગની સારવાર માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર

મહારાષ્ટ્રે ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પાસે ઓક્સિજન અંગે માગી હતી મદદ

આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, તેમણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા પાડોશી રાજ્યોથી ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ આ રાજ્યોમાં પણ ઓક્સિજનની માગના કારણે તેઓ ઓક્સિજન આપી શકે તેમ નથી. મહારાષ્ટ્રના પ્લાન્ટ પ્રતિદિવસ 1,200 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી રહ્યો છે અને કોવિડ-19ના કેસ વધતા તમામ ઓક્સિજનના બાટલાનો ઉપયોગ ચિકિત્સામાં કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.