- હોસ્પિટલમાં દાખલ 100 દર્દીઓના જીવ પર જોખમમાં હતા
- સરકાર દ્વારા 5 ટન ઓક્સિજન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું
- દિલ્હીમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 24,103 નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: રાજધાનીની સર ગંગારામ હોસ્પિટલમાં સતત ઓક્સિજનના અભાવના કિસ્સાઓ આવી રહ્યા છે. આ દરમિયાન, હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી બીજી અપીલ બાદ મોડી રાત્રે ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. આ રીતે, હોસ્પિટલમાં દાખલ 100 દર્દીઓના જીવ પર જોખમ હતું.
આ પણ વાંચો: વડાપ્રધાન સાહેબ, દિલ્હીનો મુખ્યપ્રધાન હોવા છતા હું લાચારઃ કેજરીવાલ
અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો
પુરવઠો પૂરો થયા બાદ હોસ્પિટલના પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. ગંગા રામ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે 4.15 વાગ્યે 5 ટન ઓક્સિજન સપ્લાય હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હવે લાંબા સમય પછી, ઓક્સિજન સંપૂર્ણ દબાણ સાથે આપવામાં આવી રહ્યું છે.
100થી વધુ દર્દીઓના જીવ જોખમ હતા
હોસ્પિટલે કહ્યું હતું કે, તેમની પાસે ફક્ત 500 ક્યુબિક મીટર ઓક્સિજન બાકી છે. જે ફક્ત 45થી 60 મિનિટ ચાલશે અને 100થી વધુ દર્દીઓના જીવ જોખમમાં છે. ત્યારબાદ, 5 ટન ઓક્સિજન સપ્લાય હોસ્પિટલમાં કરીને દર્દીઓના જીવ બચાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
24 કલાકમાં 24,103 નવા કેસ આવ્યા
દિલ્હીમાં કોરોનાના છેલ્લા 24 કલાક દરમિયાન 74 હજારથી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે અને કોરોનાના 24,103 નવા કેસ નોંધાયા છે. આ વધારા બાદ, દિલ્હીમાં કોરોનાનો કુલ આંકડો 10 લાખને પાર કરીને 10,04,782 પર પહોંચી ગયો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 357 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.