- મંદિર નિર્માણની દેખરેખ રાખનારા ટ્રસ્ટનાં સભ્યએ ગુરુવારે આ માહિતી આપી
- સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે સમાજના તમામ વર્ગોએ દાન કર્યું છે
- અત્યાર સુધીમાં ટ્રસ્ટનાં ત્રણેય બેંકોના ખાતામાં 1 હજાર કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવા ગત મહિને મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે.
વિશ્વ હિન્દુ પરિષદના 2 લાખથી વધુ કાર્યકરો ઘરે ઘરે જઈને દાન એકત્ર કર્યું
અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદના 2 લાખથી વધુ કાર્યકરો ઘરે ઘરે જઈને દાન એકત્ર કરી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે આ હેતુ માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઑફ બરોડામાં ખાતા ખોલાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી કામગિરી બાદ ત્રણેય બેન્કનાં ખાતાઓમાં કુલ 1 હજાર કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે.