- પશ્ચિમ બંગાળ, આસામ, દિલ્હી અને છત્તીસગઢ સિવાયના રાજ્યોમાં અમલી
- આગામી દિવસોમાં એપ્લિકેશન 14 વિવિધ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે
- સ્થળાંતરિત શ્રમિકોને રાશન મેળવવામાં સરળતા રહે તે માટે બનાવી છે એપ્લિકેશન
નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે માહિતી આપી છે કે, 12 માર્ચ 2021 ના રોજ લોન્ચ થયા બાદ 5 લાખથી વધુ લોકોએ 'મેરા રાશન' એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 'મેરા રાશન' એપ્લિકેશન ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિકો માટે બનાવવામાં આવી છે. જેઓ રોજગારીની શોધમાં ફરતા રહે છે.
આ પણ વાંચો: ખેડૂતોને ખેતી સામગ્રી આસાનીથી મળી રહે તે માટે I-ખેડૂત પોર્ટલનો શુભારંભ
વન નેશન વન રાશનકાર્ડ યોજનાનો એક ભાગ
ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી 'મેરા રાશન' એપ્લિકેશન સરકારની વન નેશન વન રાશનકાર્ડ (ONORC) યોજનાનો એક ભાગ છે. એપ્લિકેશન હાલમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે અને અપેક્ષા છે કે, આગામી દિવસોમાં એપ્લિકેશન 14 વિવિધ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે. એપ્લિકેશન સાથે હાલમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંકળાયેલા છે.
32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોડાયા
ભારતના અત્યાર સુધીમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વન નેશન વન રાશનકાર્ડ યોજના(ONORC)ને સક્રિયપણે લાગુ કરી છે. પશ્ચિમ બંગાળ, આસામ, દિલ્હી અને છત્તીસગઢમાં હજુ સુધી આ યોજના અમલમાં નથી. બાકીના રાજ્યો આ વર્ષના અંત સુધીમાં આ યોજના અમલમાં મૂકે તેવી શક્યતા છે.
કઈ રીતે કામ કરે છે એપ્લિકેશન?
આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ડાઉનલોડ કરી શકાય છે અને એકવાર ડાઉનલોડ થયા પછી વપરાશકર્તાઓએ તેમના રાશનકાર્ડની વિગતો ભરીને નોંધણી કરવાની હોય છે.