નવી દિલ્હી: દેશમાં છેલ્લા અઠવાડિયાથી શિતલહેર ફરી વળી છે. દેશના દરેક રાજયમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહી છે. દેશના હવામાન વિભાગએ આગાહી આપી હતી તે પ્રમાણ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બીજી બાજુ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. કરા પણ પડી શકે છે. ગુજરાતમાં પણ ઠંડીએ લોકોને ઠુંઠવી દીધા છે. અમદાવાદ અને નલિયાના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
-
Delhi | People take refuge at a night shelter near AIIMS as cold wave continues in the national capital pic.twitter.com/Dvjf8mON5h
— ANI (@ANI) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi | People take refuge at a night shelter near AIIMS as cold wave continues in the national capital pic.twitter.com/Dvjf8mON5h
— ANI (@ANI) January 18, 2023Delhi | People take refuge at a night shelter near AIIMS as cold wave continues in the national capital pic.twitter.com/Dvjf8mON5h
— ANI (@ANI) January 18, 2023
આ પણ વાંચો કચ્છનું નલિયા ઠંડુગાર, કલેક્ટરે કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ
ચાલુ રહેવાની સંભાવના: તારીખ 21 જાન્યુઆરીથી તારીખ 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, તારીખ 21 જાન્યુઆરીથી સવારના કલાકોમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા શરૂ થવાના એંધાણ છે. જે તારીખ 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન કચેરીએ વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં તારીખ 23 અને તારીખ 24 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ કરા પડવાની શક્યતા છે.
ગુજરાતમાં કાતિલ ઠંડી: હજુ પણ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે. અને હવામાન વિભાગની આગાહી અનૂસાર ગુજરાતમાં તારીખ 26 જાન્યુઆરીથી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે. ગુજરાતમાં 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે. આ ઉપરાંત સૌથી નીચું તાપમાન નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં ભારે ઠંડી પડી રહી છે. ખેડૂતો પણ વધારે ઠંડીના કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો પાટણમાં આપણા વચ્ચે તાપણાં, પવન સાથે ઠંડીના સુસવાટાથી જનજીવન પ્રભાવિત
તીવ્ર શિત લહેર: હવામાન વિભાગએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. પંજાબમાં ગુરદાસપુર, ફિરોઝપુર, મુક્તસર, જલંધર, હોશિયારપુર અને ભટિંડા ચાલુ છે. ફાઝિલ્કા, બરનાલા, સંગરુર, લુધિયાણા અને ફતેહગઢ સાહિબ જેવા જિલ્લાઓ યલો એલર્ટ પર છે. હરિયાણામાં સોનીપત, ઝજ્જર, રેવાડી, સોનીપત અને હિસાર ઓરેન્જ એલર્ટ પર છે જ્યારે અંબાલા, કુરુક્ષેત્ર, ભિવાની અને પલવલ યલો એલર્ટ પર છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો યલો એલર્ટ પર છે.