અમદાવાદ: તાજેતરના અહેવાલો અનુસાર, સોમવારે સવારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 132 થઈ ગયો હતો. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ઘટના સંદર્ભે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. સંઘવીએ કહ્યું કે, આજે રેન્જ આઈજીપીના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બધાએ આખી રાત કામ કર્યું. નેવી, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ), એરફોર્સ અને આર્મી ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા. 200થી વધુ લોકોએ શોધ અને બચાવ કામગીરી માટે આખી રાત કામ કર્યું છે," સંઘવીએ કહ્યું.
આર્મી, નેવી, એરફોર્સ: અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલ તૂટી પડ્યા બાદ મચ્છુ નદીમાં પડી ગયેલા લોકોને બચાવવા આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી, પ્રધાન બ્રિજેશભાઈ મેરજા, અને રાજ્ય પ્રધાન અરવિંદભાઈ રૈયાણી મધરાતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું જાતે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.
વિપક્ષ આક્રમક બન્યું: મોરબીમાં તૂટેલા ઝૂલતા પુલને (morbi bridge collapse) લઈને અનેક લોકોની જાનહાની થઈ છે ત્યારે આ મુદ્દાને લઈને વિપક્ષ આક્રમક (Opposition aggressive over Morbi tragedy) બન્યું છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સોમવારે ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. "સરકારે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને થોડા દિવસો પહેલા રિનોવેશન પછી ખુલ્લો મુકવામાં આવેલો પુલ કેવી રીતે તૂટી પડ્યો તે શોધી કાઢવું જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ. ઘાયલોને સારી સારવાર આપવામાં આવે અને મૃતકોના પરિવારોને વળતર આપવું જોઈએ," . સીએમ ગેહલોત.
આટલી મોટી ઘટના છતા કાર્યક્રમ ચાલુ : પીએમના આ સમગ્ર મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જ વતની છે આજે મોરબીમાં આટલી મોટી ઘટના બની છે તેમ છતાં પણ તેમણે પોતાના સમગ્ર કાર્યક્રમ ચાલુ રાખ્યા છે એ વાતનું અમને ખૂબ જ અફસોસ છે. પુલ તૂટવાના મામલે એફ આઈ આર દાખલ કરવામાં આવી છે, પરંતુ આ એફઆઈઆરમાં કેમ કોઈના નામ નથી? જે ઓરેવા કંપનીને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો એ નિર્ણય કોનો હતો? ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જલ્દી જલ્દી વિકાસના કામનો માટે થઈને શું તમે ફિટનેસ સર્ટી આપ્યા વગર ભૂલ ખોલી દીધો હતો આના માટે જવાબદાર કોન?
મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ: પવન ખેરાએ વધુમાં જણાવ્યું હતું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ માત્ર એક રેલ દુર્ઘટનામાં એમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે ખૂબ જ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન રાજીનામું (demands resignation from Chief Minister) આપે છે કે, પછી એમને કાઢવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલે ગુજરાતના મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પાસે મિક્સ પક્ષ રીતે આની તપાસ કરાવડાવી જોઈએ અને આની જે સાચો રિપોર્ટ હોય એ બધા સામે આવવો જોઈએ.
191 લોકોના તો મૃતદેહ મળી ચૂક્યા : વધુમાં કહ્યું હતું કે, સરકારના ઘણા પ્રયાસો આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાના કરવામાં આવશે કે, લોકોનું ધ્યાન બીજે શિફ્ટ થઈ જાય અમે બે હાથ જોડીને આપને વિનંતી કરીએ છીએ કે, આ મુદ્દા પરથી ધ્યાન હટવા દેતા નહીં કારણ કે 191 લોકોના તો મૃતદેહ મળી ચૂક્યા છે. આ બધાનો આપણી ઉપર છે, જો આપણે આ મુદ્દા પરથી ધ્યાન હટાવી લઈશું તો સરકારને કોઈ બીક નહીં રહે આ લોકો દરરોજ સવારથી સાંજ તમાશો કરતા રહેશે.