ETV Bharat / bharat

આવક કરતા વધારે સંપત્તિના મામલે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓપી ચૌટાલા દોષિત જાહેર

author img

By

Published : May 21, 2022, 4:04 PM IST

Updated : May 21, 2022, 4:31 PM IST

હરિયાણા રાજ્યના મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાની (Former Haryana CM Om Prakash Chautala) આવક કરતા વધારે સંપત્તિના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે કોર્ટ તારીખ 26 મેના રોજ સજાનું એલાન કરશે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે (Rouse Avenue District Court) બે દિવસ પહેલા આ કેસમાં બંને પક્ષની દલીલ (OM Prakash Chautala Property Case Hiring) પૂરી થયા બાદ ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

આવક કરતા વધારે સંપત્તિના મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓપી ચૌટાલા દોષિત જાહેર

ચંદીગઢ: હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાની (Former Haryana CM Om Prakash Chautala) આવક કરતા વધારે સંપત્તિના કેસમાં દોષિત જાહેર કરી દેવાયા છે. શનિવારે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ચૌટાલાને દોષિત (Rouse Avenue District Court) જાહેર કર્યા છે. કોર્ટે બે દિવસ પહેલા બંને પક્ષની દલીલને સાંભળી હતી. એ પછી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આ પછી ઓમ પ્રકાશ ચૌટાલાને દોષિત જાહેર કરી દેવાયા છે. હવે ઓપી ચૌટાલાની સજા માટે તારીખ 26 મેના રોજ સુનાવણી થશે. ગત વર્ષે જુલાઈ મહિનામાં ઓમ પ્રકાશ ચૌટાલા તિહાડ જેલમાંથી (Tihad Jail Delhi) મુક્ત થયા હતા. હરિયાણાના જેબીટી ભરતી કૌભાંડ (jbt teacher recruitment scam 2000) કેસમાં ઓમ પ્રકાશ ચૌટાલાને દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: બિલાડીને ચાલાકી કરવી પડી ભારે, થયું કઈંક આવુ કે...

આવક કરતા સંપત્તિ વધારે: ઓમ પ્રકાશ ચૌટાલા સામે આવક કરતા વધારે સંપત્તિ રાખવાનો આરોપ હતો. આ મામલે સેન્ટ્ર બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે વર્ષ 2010માં એક ચાર્જશીટ દાખલ કરી હતી. જેના આધારે વર્ષ 1993થી 2006 વચ્ચે તેમણે આવક કરતા વધારે આશરે 6 કરોડ રૂપિયાની વધારે સંપત્તિ એકઠી કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વર્ષ 1999થી 2005 વચ્ચેના સમયમાં ઓમ પ્રકાશ ચૌટાલા હરિયાણા રાજ્યના મુખ્યપ્રધાન પણ રહ્યા હતા. આ કેસમાં હવે ઈડીએ કાર્યવાહી કરી છે. મની લોન્ડ્રિગના આરોપસર આ FIR બાદ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. ઈડીએ ઓપી ચૌટાલાની દિલ્હી, પંચકુલા તથા સિરસામાં સંપત્તિ હેતું તપાસ કરી હતી. જેમાંથી કુલ મળીને 3.68 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે.

આ પણ વાંચો: આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો, પરંતુ 4 જિલ્લામાં સ્થિતિ નાજુક

શું છે આ સંપત્તિમાં: કરોડો રૂપિયાની સંપત્તિમાં એમના ફ્લેટ, એપાર્ટમેન્ટ તથા કેટલીક જમીનનો પણ સમાવેશ થાય છે. તેઓ હરિયાણામાં આશરે 3000 જેબીટી શિક્ષકોની ભરતી કૌભાંડના મામલે દસ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા છે. કોર્ટે ઓમ પ્રકાશ ચૌટાલા સિવાય એના પુત્ર અજય અને કેટલાક અધિકારીઓને પણ દસ વર્ષની સજા ફટકારી હતી. તેઓ ગત વર્ષે જુલાઈ મહિનામાં જ તિહાડ કારાવાસમાંથી જેલમુક્ત થયા હતા. વર્ષ 2000ની સાલમાં હરિયાણામાંથી શિક્ષકોની ભરતીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. જેના તાર ચૌટાલા સાથે જોડાયેલા હતા.

Last Updated : May 21, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.