- વનપ્લસે ટીવી વાઈ સિરીઝ 101 સેન્ટિમીટર (40 ઈંચ)નું કર્યું લોન્ચિંગ
- વનપ્લસે ફ્લિપકાર્ટની સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા કરી વાત
- ઈ-કોમર્સ પર આ ટીવી 21,999 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે
દિલ્હીઃ ટેક્નિકલ દિગ્ગજ કંપની વનપ્લસે બજેટને અનુરૂપ સ્માર્ટ ટીવી પોર્ટફોલિયો રજૂ કરવાની સાથે ફ્લિપકાર્ટની સાથે પોતાની ભાગીદારી વધુ ગાઢ બનાવવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, વનપ્લસ ટીવી વાઈ સિરીઝ 101 સેન્ટિમીટર (40 ઈંચ) ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 21,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ હશે. ઈન્ટ્રોડક્ટરી પ્રાઈઝ ઓફર 31 મે સુધી ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો- જુલાઇમાં OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ, 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે
ગ્રાહકના મોટા વર્ગને નવી ટેક્નોલોજી સુધી વધારે પહોંચ મેળવવામાં મદદ મળી
વનપ્લસ ઈન્ડિયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, ફ્લિપકાર્ટની સાથે અમારી યાત્રા 2020માં શરૂ થઈ હતી. અમે પહેલાથી જ આ ભાગીદારીને જોઈ છે, જેનાથી ગ્રાહકોના એક મોટા વર્ગને નવી ટેક્નોલોજી સુધી વધારે પહોંચ મેળવવામાં મદદ મળી છે. સસ્તા સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં વનપ્લસ ટીવી વાઈ સિરીઝનું ભારતમાં શાનદાર સ્વાગત થયું છે.
આ પણ વાંચો- એપલ વોચ સિરીઝ 7માં ફ્લેટ-એજ ડિઝાઇનમાં ફરી વાર લોન્ચ થશે
નવા ટીવીમાં વધુ ફિચર્સ હશે
લાર્જ એપ્લાઈન્સ, ફ્લિપકાર્ટના ઉપાધ્યક્ષ હરિ જી. કુમારે કહ્યું હતું કે, વનપ્લસ ટીવી વાઈ સિરીઝ (40 ઈંચ) શેડ્સની એક વિસ્તૃત શ્રૃંખલા, કલર સ્પેસ મેપિંગ, નોઈઝ રિડક્શન, એન્ટિ-અલિયાસિંગ અને ડાયનેમિક કન્ટ્રાસ્ટ આપે છે.