ETV Bharat / bharat

કોરોના કાળમાં ભારતમાં લોકડાઉન બાદના એક વર્ષ પર નજર

એક વર્ષ પહેલા જ્યારે કોરોનાએ ભારતમાં પોતાનો પગપેસારો શરું કર્યો હતો, ત્યારે ધીરે-ધીરે બંધુ જ બદલાઇ ગયું હતું. ક્લાસ રુમ ઓનલાઇન ક્લાસ રુમ બની ગયા હતા, જેના કારણે મોબાઇલ-લેપટોપ અને ઇન્ટરનેટ વગર ભણવાનું મુશ્કેલ બની ગયું હતું. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે ફક્ત જીવન જ નહીં, પરંતુ જીવનના અન્ય પાસાઓ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી હતી.

corona
એક વર્ષ ભારત 19 લોકડાઉનને
author img

By

Published : Mar 24, 2021, 5:21 PM IST

  • ભારતમાં કોરોનાનું 1 વર્ષ
  • લોકડાઉન પછી અનલોકમાંથી પસાર થયું ભારત
  • 2021માં રસીકરણની પક્રિયા શરું

નવી દિલ્હી: દેશ અને દુનિયાના ઇતિહાસમાં આમ તો કેટલીય મહત્વપુર્ણ ઘટનાઓ 14 માર્ચ તારીખના નામે નોંધાયેલી છે પણ પાછલા વર્ષ 24 માર્ચે પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીને કોરોના કહેરને કારણે દેશભરમાં લોકડાઉન લગાવવાની ઘોષણા કરી હતી અને આ દિવસને ઐતિહાસીક બનાવવા માટે એક મોટું કારણ આપ્યું હતું. દેશમાં કોરોના વાયરસનના કારણે સંક્રમિત લોકોનો આંકડા 500થી વધવાને કારણે આ પગલુ લેવામાં આવ્યું હતું.

જનતા કર્ફ્યું

19માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 માર્ચના સવારના 7 વાગ્યા થી લઇને 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યું અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
પ્રકોપના દરમિયાન વિભિન્ન ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રસશનિય કાર્ય બદલ સાંજે 5 વાગે પોતાના અગાસી-આંગણામાં ભેગા થઇને 5 મિનીટ માટે થાળી અથવા તાળી વગાડવા આગ્રહ કર્યો હતો.

લોકડાઉન 1

  • 24 માર્ચની મધ્ય રાત્રીથી પીએમ મોદીએ 21 દિવસો માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર ફરવા પર રોક લગાવી દીઘી હતી. ફક્ત સ્વાસ્થ્ય કર્મી, પોલીસ, પત્રકાર, સફાઇકર્મી અને જરુરી સુવિધા આપવાવાળા લોક જ બહાર નીકળવાની અનુમતી આપવામાં આવી હતી.
  • પીએમ મોદીએ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્ર માટે 15 હજાર કરોડની સહાયતાની ઘોષણા કરી હતી
  • 26 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકડાઉનને કારણે પ્રભાવિત થનાર લોકો માટે 17 હજાર લોકો રુપિયાના પેકેજની જાહેરાત કરી હતી.
  • લોકડાઉનના અચાનક એલાનને કારણે લોકોને પુરતી તૈયારી કરવાનો સમય ન આપવા માટે સરકારની આલોચના પણ કરવામાં આવી

શું બંધ રહ્યું-

  • પરિવહન સેવાઓ રોડ, હવાઇ અને રેલ, મહાનગરમાં મેટ્રો-લોકલ ટ્રેનની પ્રતિબંધ કરવામાં આવી હતી.
  • સ્કુલ-કોલેજો, ઔધોગિક કારખાનો, ખેલ, ધાર્મિક આયોજન, સરકારી ઓફિસો, પ્રાઇવેટ કંપનીઓ, સિનેમા હોલ, ધાર્મિક સ્થળ, શોંપિગ મોલ બંધ કરવામાં આવ્યા હતા.
  • આ સમય દરમિયાન કામ કરવાની રીત બદલાઇ, આઈટી કંપનીઓ સહિત ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનો વિકલ્પનું ચયન કર્યું

શું ખુલ્લુ રહ્યું -

  • બેન્ક અને એટીએમ, પેટ્રોલ પમ્પ, કરીયાણાની દુકાન, દવાની દુકાન, ફુડ ડિલેવરી જેવી સેવાઓ ખુલ્લી રાખવામાં આવી હતી.
  • 3 એપ્રિલે પ્રધાનમંત્રીને દેશવાસીઓને લાઇટ બંધ કરી આખા દેશમાં 9 મિનીટ માટે મીણબત્તી, દિવો અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલું કરવાની અપીલ કરી હતી.

લોકડાઉન 2

  • 14 એપ્રિલે વડાપ્રધાન મોદીએ લોકડાઉનના 2 ચરણની ઘોષણા કરી. 15 એપ્રિલથી 3 મે સુધી બીજા તબક્કાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
  • 16 એપ્રિલે સંક્રમણની ગંભીરતા જોતા અલગ-અલગ વિસ્તારને રેડ ઝોન, ગ્રીન ઝોન , ઓરેંન્જ ઝોન, અને હોટસ્પોટની શ્રેણીમાં વેંચવામાં આવ્યા. ગ્રીન ઝોનમાં રહેનાર લોકોને પાંબધીઓમાંથી સૌથી વધું છુટ મળી હતી
  • સરકારે આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ભારતીયઓને પાછા લાવવામાં આવ્યા

તબલીગી જમાત અને વિવાદ

એપ્રિલની શરુઆતમાં દિલ્હી નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીધી જમાતના એક ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકો પર ખુબ જ વિવાદ થયો હતો. તબલીઘી જમાતમાં કેટલાય સદસ્ય મરકજમાં આવેલા દેશના અલગ-અલગ ભાગના લોકો કોરોના સંક્રમણથી ગ્રસ્ત જોવા મળ્યા. હોસ્પિટલમાં નર્સની સામે જ કપડા ઉતારી નાખવા બાબતે 6 લોકન વિરુધ્ધ FIR કરવામાં આવી.

પ્રવાસી મજુરોનું પલાયન

  • લોકડાઉનમાં પ્રવાસી મજુરો, બેઘર અને ગરીબ લોકોની સામે રોજી-રોટીની સમસ્યા આવી ગઇ હતી. કામ ગુમાવવાથી બેરોજગાર થયેલા હજારો મજુરો મહાનગરોમાંથી પગપાળા પોતાના ગામડે જવા મજબુર બન્યા હતા. આમાં નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃધ્ધ અને દિવ્યાંગ પણ શામેલ હતા
  • પગપાળા ઘરે જઇ રહેલા મજુરો ક્યારેક અક્સ્માતની ઝપેટમાં આવવાને કારણે અથવા તો ભુખના કારણે અને લાંબી મુસાફરીને કારણે મોત થઇ હતી. પ્રવાસી મજુરોના પલાયનના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી આલોચના કરવામાં આવી હતી.
  • 29 એપ્રિલના દિવસે બીજા રાજ્યામાં ફંસાયેલ પ્રવાસી મજુરોને લાવા-લઇ જવા માટે બસ સેવા શરું કરવામાં આવી અને શ્રમિકો માટો સ્પેશલ ટ્રેન ચલાવવામાં આવી

ડોક્ટરો પર હુમલો

દેશના અલગ-અલગ વિસ્તારમાં ડોક્ટરો અને સ્વાસ્થ્ય સેવાકર્મીઓ પર વાંરવાર હુમલાઓના સમાચાર આવી રહ્યા હતા.તે બાદ કેન્દ્ર સરકાર સંક્રમણ બિમારી કાનૂન 1987માં સંશોધન કરી એક અધ્યાદેશ લાવી જેમાં સ્વાસ્થ્યકર્મી પર હુમલો કરવા અથવા તેમની સંપત્તિને નુક્શાન પોંહચાડવા બદલ જેલની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી.

લોકડાઉન 3

  • 4 મેથી 17 મે સુધી ત્રીજા તબક્કાનુમ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું આ દરમિયાન સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થા અને રાજસ્વમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે દારુની દુકાનો ખોલવાની મંજુરી આપી
  • છૂટ મળવાને કારણે દારુની દુકાનો પર લાંબી લાઇનો અને ભીડ જોવા મળી હતી. આ પછી કેટલાક રાજ્યોએ દારુના ભાવમાં ધરખમ વધારો કર્યા હતો તો કેટલાક રાજ્યોમાં હોમ ડિલેવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવવામાં આવી.
  • 12 મેના રોજ વડાપ્રધાનએ આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ 20 લાખ કરોડ રુપિયાનુ પેકેજની જાહેરાત કરી હતી.

લોકડાઉન 4

કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે સરકારે લોકડાઉન વધારી 31 મે સુઘી કરી દીધું. આ દરમિયાન રાતના 7 વાગ્યા થી લઇને સવારના 7 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. બધા જ સાર્વજનિક સ્થળો અને ઓફિસોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રંસગમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં 20 લોકોની હાજરીને અનુમતી આપવામાં આવી.

લોકડાઉન 5 અથવા અનલોક 1

દેશમાં 1 જૂન થી લઇને 30 જૂન સુધી લોકડાઉન 5 લાગૂ કરવામાં આવ્યું જેને અનલોક 1નું પણ નામ આપવામાં આવ્યું.સરકારે લોકડાઉનમાં ઘણીખરી છૂટ આપી. ગૃહમંત્રાલયની ગાઇડલાઇનની પછી આંતરરાજ્યોની સીમા ખોલવામાં આવી.અને આંતરરાજ્ય પરીવહનની પણ મંજુરી આપવામાં આવી.200 પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવી

અનલોક 2

સરકારે એક જુલાઈથી 31 જુલાઈ સુધી બીજા તબક્કાનું અનલોક જાહેર કર્યું. આ દરમિયાન 15 જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ટ્રેનિંગ ઇન્સિટ્યુટ ખોલવામાં આવ્યા અને એક દુકાનમાં 5થી વધુ લોકોને જવાની છૂટ આપવામાં આવી.

અનલોક 3

સરકારે એક ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અનલોક 3નું એલાન કર્યું. આ દરમિયાન રાતે પ્રવેશ અને 5 ઓગસ્ટથી યોગ સંસ્થાન અને જીમ ખોલવાની પરવાનગી આપી.

અનલોક 4

એક સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી અનલોક 4 લગાવવામાં આવ્યું. સામાજિક, શૈક્ષણિક, રમતો, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો અને અન્ય મેળાવડાઓમાં 100 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

અનલોક 5

એક ઓક્ટોમ્બરથી અનલોક 5 લાગૂ કરવામાં આવ્યું. આ દરમિયાન 15 ઓક્ટોમ્બરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, અને એન્ટટેમેન્ટ પાર્ક ખોલવાની મંજુરી આપી. શાળા અને સંસ્થાન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો.

સંસદ સત્ર-ચૂંટણી

  • કોરોના વાયરસ મહામાકીને કારણો સંસદનુ શિતકાલીન સત્ર પણ રદ્દ કરવામાં આવ્યું. સંસદના બે સત્રો પર કોરોના મહામારીની અસર પડી. પહેલા માર્ચમાં બજેટ સત્રને નાનું કરવામાં આવ્યું અને પછી ચોમાસું સત્રને નક્કી કરેલા સમય પહેલા જ પુરું કરવામાં આવ્યું.
  • મુખ્ય કારણ મોટી સંખ્યામાં સાંસદોનું કોરોનાથી સંક્રમણ થવું. ચોમાશુંં સત્ર દરમિયાન 30 થી વધું સાંસદો કોરોના સંક્રમિત જોવા મળ્યા
  • આઝાદ ભારતના ઈતિહાસમાં ચોથી વાર શિતકાલીન સત્ર બરખાસ્ત કરવામાં આવ્યું. આ પહેલા 1975, 1979 અને 1984માં શીતકાલીન સત્ર રદ્દ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં બિહાર વિધાનસભા અને કેટલાક રાજ્યોમાં લોકલ બોડી ચૂંટણી સંપન્ન કરવામાં આવી

રદ્દ થયેલી ટૂર્નામેન્ટ

  • ઓસ્ટ્રેલિયામાં થનાર icc પુરુષ T-20 વિશ્વ કપ
  • જાપાનમાં થનાર ટોક્યો 2020 ઓલંપિક
  • વિંબલડન ટેનિસ ચેપિંયનશિપ 2020
  • યૂરોલીગ બાસ્કેટબોલ અને યૂરોકપ
  • ઉઝબેકિસ્તાનમાં થનાર વેટલિફ્ટીંગ એશિયન ચેપિંયનશિપ
  • પૈરાલંપિક

દુનિયામાં કોરોનાનો પહેલો કેસ

કોરોના વાયરસ મહામારીની શરુંઆતી સંક્રમણના રુપમાં ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં થઇ હતી. અહીંયા મોટી માત્રામાં લોકોને ન્યુમોનિયા થવા લાગ્યો હતો અને પીડીત લોકોમાંથી વધારે લોકો વુહાન સી ફુડ માર્કેટમાં માછલી અને જીવીત પશુંઓ વેંચતા હતા. ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવી પ્રજાતિની ઓણખાન કરી જેને 2019-nCoV પ્રારંભિક પદનામ આપવામાં આવ્યું.

ભારતમાં પહેલા કોરોના સંક્રમિત

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના દિવસે સામે આવ્યો હતો. પહેલો કેસ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળથી સામે આવ્યો હતો. ભારતમાં આ વાયરસનો શિકાર 20 વર્ષની એક યુવતી હતી. કોરોનો પોઝેટીવ આવે તે પહેસા 25 જાન્યુઆરીએ તે ચીનથી પરત ફરી હતી.

12 માર્ચે 76 વર્ષીય વૃદ્ધ જે સાઉદી અરબથી પરત આવ્યા હતા તેમનુ મૃત્યુ થઇ ગયું. આ દેશમાં કોરોનાને કારણે પહેલું મોત હતું.કોરોનાને કારણે કેટલાય નામચિન વ્યક્તિઓ જેવા કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, પૂર્વ કેન્દ્રી મંત્રી અહમદ પટેલ આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ, યુપીના મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ જેવા લોકોનું નિધન થયું હતું.

સાવધાનિયાં અને બદલાવ

કોરોના વાયરસે આજે માનવની જીવનશૈલીને મોટે ભાગે બદલી નાખી છે જેનાથી છૂટકારો મેળવવા માટે લોકોએ વધારે સાવધાની રાખી. સરકારની અપિલ બાદ લોકોએ સામાજીક અંતર રાખવાનું શરુ કર્યું.મોઢા પર માસ્ક પહેરવું, હાથને સેનેટાઇઝ કરવા, હાથને વાંરવાર સાબુથી ધોવા, ખાંસી કે છીંક આવતા મોંઢાને અને નાંકને રુમાલ વડે ઢાંકવું શરું કર્યું.

આરોગ્ય સેતુ એપ

સરકારે 2 એપ્રિલે કોરોના વાયરસને સંબધિત આરોગ્ય સેતું મોબાઇલ એપ લોન્ચ કરી. આ એપ દ્વારા સંક્રમિત લોકોના લોકેશનને ટ્રેક કરવામાં આવી શકે અને વપરાશકર્તા કોરોના સંક્રમિતના સંપર્કમાં છે કે નહીં તેની જાણકારી મળે છે.

કોરોનની તપાસ

વ્યક્તિની ટેસ્ટ માટે મંજુરી મળ્યા બાદ તેના ઉપરી અને નીચલા શ્વસન ટ્રેકથી કોષ અને લોહીના નમુના લેવામાં આવે છે અને તેને 2થી8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. અને પછી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવે છે.

કોરોના વાયરસના લક્ષણો

  • તાવ
  • ખાંસી કે ગળું સુકાવવું
  • શ્વાસ લેવમાં તકલીફ

વેક્સીન ડ્રાઈ રન

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 20 ડિસેમ્બર 2020ના દિલસે ડ્રાઇ રનને લઇને દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા. કેન્દ્રનો ડ્રાઈ રનને લઇને હેતું બધા રાજ્યોને એક સાથે કેટલાય લોકોને વેક્સીન આપવાનો હતો.આના કારણે આધિકારીક તંત્રની તૈયારીનીઓ વિશે જાણવામાં મદદ મળી અને અભિયાન દરમિયાન આઇટી સાઇટની ખામીઓને દુર કરવામાં સફળતા મળી. બે જાન્યુઆરીએ દેશ વ્યાપી ડ્રાઈરનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રસીકરણમાં મોટી ચુનૌતી

ભારત પાસે સામૂહિક રસીકરણ અભિયાન ચલાવવાનો કેટલાય દશકોનો અનુભવ છે. રસીકરણના ક્ષેત્રમાં મળેલ વિશાળ અનુભવ હોવા છતા કોરોના 19 રસીકરણમાં ચૂનોતીઓનો સામનો કરવો પડ્યો

રસીકરણની શરુઆત

દેશમાં કોરોના રસીકરણની અભિયાનની શરુંઆત 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી અને સૌથી પહેલા ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને આપવામાં આવી હતી.આ પછી કોરોના ફ્રન્ટ લાઈન વોરીયર્સને આપવામાં આવી. એક માર્ચના રોજ આગલા તબક્કામાં 60 વર્ષથી વધારે આયું અને ગંભીર બિમારીથી પીડીત 45થી વધું આયું ધરાવતા લોકોને રસી આપવામાં આવી.ત્યારે 45થી વધું ઉમંર લોકોના રસીકરણ માટે એક એપ્રિલથી કો-વિન પર પંજીકરણ શરું કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.