ETV Bharat / bharat

Jammu Kashmir : શોપિયાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ - Shopian encounter

જમ્મુ -કાશ્મીરના ( Jammu Kashmir) શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રાખમા વિસ્તારમાં હજુ પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.

Jammu Kashmir : શોપિયાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

author img

By

Published : Oct 1, 2021, 6:52 AM IST

Updated : Oct 1, 2021, 8:32 AM IST

  • જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
  • સેનાનું સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા ગઈ કાલે રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જમ્મુ -કાશ્મીર પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રાખમા વિસ્તારમાં હજુ પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.

  • J&K: An encounter is underway at Rakhama area of Shopian. Police and security forces are undertaking the operation. One unidentified terrorist has been neutralised.

    (Visuals deferred by unspecified time) pic.twitter.com/XyLuvpjFSK

    — ANI (@ANI) October 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સેનાનું સર્ચ ઓપરેશન શરૂ

મળતી માહિતી અનુસાર, રાખમામાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ધેરી લીધો હતો અને ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ શરૂ થયું હતું, જેમાં એક આતંકવાદી માર્યો ગયો.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં ઘુસણખોરી અને સુરક્ષા બળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

આ આગાઉ 23 સપ્ટેમ્બરના રોજ પણ એક આતંકી ઠાર કરાયો

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાબળોના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો હતો. મૃતક આતંકવાદીની ઓળખ અનાયત અશરફ ડાર તરીકે થઈ હતી, જે એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર ચિત્રગામ વિસ્તારમાં થયું હતું. માહિતી અનુસાર, ચિત્રગામના કેશ્વા ગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની સૂચના મળતા સુરક્ષા બળોના જવાનોએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તે દરમિયાન એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર મરાયો હતો. પોલીસના મતે,રાત્રે આતંકવાદી અનાયત અસરફ ડારે એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ સેનાના સૂત્રોથી મળેલા ઈનપુટના આધારે આતંકવાદીને શોધવા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો

Last Updated : Oct 1, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.