ETV Bharat / bharat

આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના સુંજવાન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ (Jammu Terrorist encounter)માં 1 જવાન શહીદ થયો હતો જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા ઓછામાં ઓછા 2 આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓ શહેરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ
આતંકવાદીઓ મોટા હુમલાની યોજનામાં હતા, જમ્મુમાં ફરી એન્કાઉન્ટર, 1 જવાન શહીદ-4 ઘાયલ
author img

By

Published : Apr 22, 2022, 9:24 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સુંજવાન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ (Jammu Terrorist encounter)માં સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો જ્યારે 4 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના બહારના વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આતંકીઓ સામે ઘેરાબંધી કરી છે.

કાશ્મીરમાં કડક સુરક્ષાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની મુલાકાત (PM modi samba visit)ના બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે સુંજવાનમાં એન્કાઉન્ટર થયું હતું. જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંઘે કહ્યું કે, જ્યારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને CRPFએ આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં સુરક્ષાદળનો 1 જવાન શહીદ થયો અને 4 અન્ય ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપીઃ છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાનની જીભ લપસી

જમ્મુના ADGP મુકેશ સિંહે કહ્યું, 'અમે રાત્રે જમ્મુના સુંજવાન (Jammu Sunjwan terrorist) વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. અમને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સવારે ઘેરાબંધી પર ગોળીબાર (Gunfight at jammus Sunjwan) થયો હતો, જેમાં સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો અને 4 જવાન ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. એવું લાગે છે કે આતંકવાદીઓ કોઈ ઘરમાં છે.

આ પણ વાંચોઃ jamia protest for jahangirpuri: જામિયાના વિદ્યાર્થીઓએ જહાંગીરપુરીમાં કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો

CISF અધિકારીએ પણ આ વિશે માહિતી શેર કરી છે. CIFSના એક અધિકારીએ જણાવ્યું કે, સવારની પાળીમાં ફરજ પરના 15 સીઆઈએસએફ જવાનોની બસ પર જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક સવારે 4.15 વાગ્યે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. CISFએ આતંકી હુમલાને ટાળ્યો, જવાબી કાર્યવાહી કરી અને આતંકવાદીઓને નાસી છૂટવા મજબૂર કર્યા. આતંકવાદીઓ જંગી માત્રામાં હથિયારોથી સજ્જ હોવાના અહેવાલ હતા. આતંકવાદીઓ સુંજવાન મિલિટરી સ્ટેશનને અડીને આવેલા આસપાસના વિસ્તારમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ શહેરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.