મહેસાણા : જિલ્લાના ખેરાલુ તાલુકામાં (SOG action in Mahesana) આવેલ નાનીવાડા ગામે એક ઈસમ પાસે MD ચરસ હોવાની મહેસાણાના SOG પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને અક્ષર સિંહને બાતમી મળી હતી. મહેસાણા SOGની ટીમે નાનીવાડા ગામે દરોડા પાડી સફેદ કલરની ગાડી નંબર GJ 02 DJ 3725 ને રોકી તપાસ કરતા ગાડીની ડેકીના નીચેના બમ્પરમાં સંતાડેલ સેલોટેપ લગાવેલી પડીકી માંથી 3.30 ગ્રામ MD ડ્રગ્સ મળી આવેલ હતું. જેના આધારે પોલીસે કાર ચાલક (One arrested with MD drugs inmahesana) સાજીદખાન જાકીરખાન સિંધી રહેવાસી નાનીવાડાની અટકાયત કરી ખેરાલુ પોલીસ મથકે લાવી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઊંઝા પોલીસને તપાસ સોંપવામાં આવીઃ મહેસાણા SOGની ટીમે ખેરાલુના (SOG action in Mahesana) નાનીવાડા ગામે દરોડા પાડી 3.30 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ખેરાલુ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા ગુન્હાની વધુ તપાસ ખેરાલુ પોલીસને બદલે ઊંઝા પોલીસને સોંપવામાં આવી છે. તપાસનો દોર ઉંઝા પોલીસને સોંપવામાં આવતા આરોપી દ્વારા આ MD ડ્રગ્સ ક્યાંથી લાવવામાં (One arrested with MD drugs inmahesana) આવ્યું અને ક્યાં લઈ જવાતું હતું. તેમજ આ બનાવમાં અન્ય કોની મદદગારી રહી છે તે દિશામાં તપાસ કરવામાં આવશે. કબ્જે કરાયેલ મુદ્દામાલમાં 3.30 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત 30,300, એક સફેદ કાર અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યું છે.