ETV Bharat / bharat

વિશ્વ જનસંખ્યાના દિવસે CM યોગી નવી જન સંખ્યાનીતિની ઘોષણા કરશે

વિશ્વ જનસંખ્યાના દિવસે(World Population Day) ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(Chief Minister of the region Yogi Adityanath) રવીવારે 2021-2030ના માટે એક નવી જન સંખ્યાનીતિની (New Population policy) ઘોષણા કરવાના છે. આ નવી નીતીમાં જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરવાવાળા લોકોને પ્રોત્સાહન આપવાનું પ્રાવધાન છે. આ નીતિ એવા સમયે લાવવામાં આવી છે જ્યારે આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ મૃદ્દો ચૂંટણીના પહેલા રાજ્યના મુખ્ય ફોક્સ ક્ષેત્રની રીતે ઉભરી આવ્યું છે.

YOGI
વિશ્વ જનસંખ્યાના દિવસે CM યોગી નવી જન સંખ્યાનીતિની ઘોષણા કરશે
author img

By

Published : Jul 11, 2021, 10:24 AM IST

  • યોગી આદિત્યનાથ આજે નવી જનસંખ્યા નીતિની ઘોષણા કરશે
  • જનસંખ્યા સ્થિરતા સપ્તાહનુ ઉદ્ગાટન પણ કરવામાં આવશે
  • આજે વિશ્વ જનસંખ્યા દિવસ

લખનઉ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(Chief Minister of the region Yogi Adityanath) રવિવારે વિશ્વ જન સંખ્યા દિવસ (World Population Day) પર ઉત્તર પ્રદેશ જનસંખ્ય નીતિ 2021-2030નુ વિમોચન કરશે. આ કાર્યક્રમ સીએમ આવાસ પર આયોજીત કરવામાં આવ્યો છે. આ દરમિયાન જનસંખ્યા સ્થિરતા સપ્તાહનુ ઉદ્ગાટન પણ કરવામાં આવશે.

માતા-બાળકના મૃત્યુદર ઓછો કરવાનો લક્ષ્ય

2021-2030 માટે પ્રસ્તાવિત નીતિના માધ્યમથી પરિવાર નિયોજન કાર્યક્રમના હેઠળ બહાર પાડવામાં આવેલા ગર્ભ નિરોધક ઉપાયોની સુલભતાને પ્રોત્સાહન આપવું અને સુરક્ષિત ગર્ભપાતની સમગ્ર વ્યવસ્થા આપવાની કોશિશ રહેશે. ઉન્નત સ્વાસ્થ્ય સુવિધાઓના માધ્યમ દ્વારા નવજાત મૃત્યુદર, માતૃદરને ઓછો કરવો, વંધ્યત્વ સમસ્યાનું સમાધાન ઉપલબ્ધ કરાવતા જનસંખ્યામાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવો. આ સાથે આ નીતિનો ઉદ્દેશ 11થી 19 વર્ષના કોઈ પણ કિશોરના પોષણ, શિક્ષા અને સ્વાસ્થ્યને સુલભ પ્રબંધન અને વૃદ્ધોની સારસંભાળ વ્યાપક વ્યવસ્થા કરવું પણ છે.

અશિક્ષાનુ કારણ

આ પહેલા ગુરૂવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આબાદી વિસ્તાર માટે ગરીબી અને અશિક્ષા માટે મોટુ કારણ છે. આ માટે સમાજમાં જનસંખ્યાને લઈને જાગૃતતાનો અભાવ છે. આ સમયે કેન્દ્રીત જાગૃતતા લાવી જરૂરી છે. પ્રદેશની નિવર્તમાન જન સંખ્યા નીતિ 2000-16ની અવધિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે નવી નીતિ સમયની માગ છે.

આ પણ વાંચો : પ્રિયંકા-રાહુલનો BJP પર પ્રહાર, UPમાં હિંસાના નામે માસ્ટરસ્ટ્રોક

સ્કુલોમાં હેલ્થ કલ્બની શરૂઆત

મુખ્ય પ્રધાને સ્કુલોમાં હેલ્થ ક્લબ બનાવવા અંગે પણ સૂચન કર્યા. ડિજીટલ હેલ્થ મિશનની ભાવનાની અનુરૂપ નવજાત, કિશોર અને વૃદ્ધજનોની ડિજીટલ ટ્રૈકિંગની પણ વ્યવસ્થા માટે પણ કહ્યું. તેમણે કહ્યું, નવી નીતિ તૈયાર કરતા સમયે બધા સમુદાયોની જનસંખ્યાનુ સંતુલન બનાવી રાખવું, ઉન્નત સ્વાસ્થ્યની સુવિધાની સહજ રીતે ઉપલબ્ધતા, તમામ પોષણના માધ્યમ દ્વારા માતૃ-શિશુનો મૃત્યું દર નીચે લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

નવી RTPCR લેબનુ લોકાઅર્પણ

નવી જનસંખ્યાનીતિ બહાર પાડવા સિવાય તે 11 જિલ્લાઓમાં BSL-2 RTPCR લેબનું પણ લોકાર્પણ કરશે. આ જિલ્લાઓ અમેઠી, ઐરેયા, બુંલદશેહર, બિજનૌર, મઉ, મહોબા, કાસગંજ, દેવરીયા, કુશીનગર, સોનભદ્ર અને સિદ્ધાર્થનગર છે. વિભાગની હાલમાં કુલ 22 RTPCR લેબ છે. આ સમયે પ્રદેશમાં હવે BSL 2ની સ્તરે RTPCR લેબની સંખ્યા 44 થઈ જશે. આ લેબ શરૂ થયા પછી કોરોનાનો રીપોર્ટ જલ્દી મળી જશે અને સારવાર પણ જલ્દી શરૂ થશે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

શગુન કિટ આપવામાં આવશે

સીએમ યોગી CHC/PHCની એપ્લીકેશનની પર શરૂઆત કરશે. આ દરમિયાન નવ વિવાહિતોને પરિવાર નિયોજન માટે પ્રોત્સાહિત કરવામાં માટે શગુન કિટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં તબીબી આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જય પ્રતાપસિંહ અને તબીબી શિક્ષણ પ્રધાન સુરેશ ખન્ના, તબીબી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અતુલ ગર્ગ પણ ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.