- ઓલિમ્પિક 2020માં ભારતનું પ્રદર્શન રહ્યું મિશ્ર
- 12 દિવસની રમત બાદ દેશને માત્ર 2 મેડલ મળ્યા
- 15 ઓગસ્ટે ઓલિમ્પિકના ભારતીય રમતવીરોને વડાપ્રધાન મળશે
હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનું પ્રદર્શન અત્યાર સુધી મિશ્ર રહ્યું છે. 12 દિવસની રમત બાદ દેશને માત્ર 2 મેડલ મળ્યા છે, એક મેડલ મીરાબાઈ ચાનુ દ્વારા વેઈટલિફ્ટરમાં અને બીજો બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને મળ્યો છે.
આ પણ વાંચો: મળો ભારતીય મહિલા ટીમના 16 યોદ્ધાઓને, જેમણે હોકી સ્ટિકથી ટોક્યોમાં રચ્યો ઈતિહાસ...
દિગ્ગજ ખેલાડીઓને નિરાશા જોવા મળી
અનેક રમતોમાં દિગ્ગજ ખેલાડીઓને પણ નિરાશા જોવા મળી છે. પરંતુ, આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ, હજુ ઘણી રમતો બાકી છે અને દેશ હજુ ઘણા મેડલની આશા રાખે છે.
આ પણ વાંચો: Tokyo Olympics Day 13: 4 ઓગસ્ટનું શિડ્યૂલ, આ ખેલાડીઓ ઇતિહાસ રચવાના ઉંબરે
ભારતની સૌથી મોટી ટીમ ટોક્યો
15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને લાલ કિલ્લા પર આમંત્રિત કરશે. તે સમયે તેમને બધાને વ્યક્તિગત રીતે મળશે અને વાત કરશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઓલિમ્પિક ઈતિહાસમાં 127 ખેલાડીઓની ભારતની સૌથી મોટી ટીમ ટોક્યો પહોંચી ગઈ છે અને જુદી જુદી રમતોમાં પોતાનું હુનર રજૂ કરી રહ્યા છે.