ETV Bharat / bharat

Omicron variant: રાહુલ ગાંધીએ નવા વેરિયન્ટને ગણાવ્યો ગંભીર ખતરો, કેન્દ્રને વેક્સિનેશનને લઈ કરી ટકોર

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (former congress president rahul gandhi)એ કોરોનાના નવા વેરિયન્ટ (omicron variant corona)ને ગંભીર ખતરો ગણાવતા કહ્યું છે કે, હવે કેન્દ્ર સરકારે તમામ દેશવાસીઓનું રસીકરણ (corona vaccination in india) કરવા પ્રત્યે ગંભીર થવું જોઇએ.

રાહુલ ગાંધીએ Omicron variantને ગણાવ્યો ગંભીર ખતરો, કેન્દ્રને વેક્સિનેશનને લઈ ગંભીર થવા કહ્યું

author img

By

Published : Nov 27, 2021, 3:55 PM IST

  • વેક્સિનેશન મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી
  • સોશિયલ મીડિયા પર ચાર્ટ શેર કરીને ઉઠાવ્યો પ્રશ્ન
  • સરકારને દેશવાસીઓના વેક્સિનેશન પ્રત્યે ગંભીર થવા કહ્યું

નવી દિલ્હી: પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસના નવા વેરિયન્ટ 'ઓમીક્રોન' (omicron variant corona)ને લઇને કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કોરોનાના નવા વેરિયન્ટને એક ગંભીર ખતરો ગણાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે, શું આ પડકારજનક સમયમાં ભારત સરકાર દેશવાસીઓને વેક્સિન સુરક્ષા (corona vaccination in india) આપવા વિશે ગંભીર છે.

31.19 ટકા લોકોને જ રસીના બંને ડોઝ મળ્યા

તેમણે કહ્યું કે, સરકાર રસીકરણના ખરાબ આંકડા (statistics of corona vaccination india) વધારે સમય સુધી છૂપાવી નહીં શકે. તેમણે ટ્વિટર પર એક ચાર્ટ પણ શેર કર્યો છે અને કહ્યું છે કે, દેશમાં ફક્ત 31.19 ટકા વસ્તીને જ રસીના બંને ડોઝ (vaccination both doses in india) આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, કોવિડનો નવો વેરિયન્ટ ગંભીર ખતરો છે. આ સમયે અત્યારે ઘણું જરૂરી છે કે ભારત સરકાર આપણા દેશવાસીઓને વેક્સિનની સુરક્ષા પુરી પાડવા માટે ગંભીર થઈ જાય. રસીકરણના ખરાબ આંકડાઓને એક વ્યક્તિની તસવીર પાછળ છૂપાવી ના શકાય.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું નવું વેરિયન્ટ આવતા ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19 વેક્સિન (covid 19 vaccine in india) કુલ 120.96 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19નું એક નવુ વેરિયન્ટ (south africa corona new variant) આવવાથી અનેક દેશોની ચિંતા વધી ગઈ છે અને તેમણે બચાવના ઉપાય કરવાનું શરૂ કરી દીધું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક સમિતિએ કોરોના વાયરસ (committee of the world health organization covid 19)ના આ નવા વેરિયન્ટને ઓમીક્રોન નામ આપ્યું છે અને આને અત્યંત ચેપી વેરિયન્ટ માનવામાં આવે છે. કોરોના વાયરસનું આ નવું વેરિયન્ટ સામે આવ્યા બાદ અમેરિકા, બ્રિટન, કેનેડા, રશિયા અને બીજા અન્ય દેશોની સાથે યુરોપિયન સંઘે આફ્રિકન દેશોથી લોકોના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો: મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ કાંગથોંગ, ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં બનાવી ધૂન

આ પણ વાંચો: Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.