ETV Bharat / bharat

Omicron Cases in India: દેશમાં કોરોનાથી 315ના મોત, ઓમિક્રોનના કુલ કેસ 578 - દિલ્હીમાં નાઈટ કરફ્યૂ

દેશમાં પહેલા કોરોના (Corona Cases in India ) અને હવે તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર (Omicron Cases in India) મચાવ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 578 કેસ નોંધાયા છે. ઓમિક્રોન સંક્રમણના કેસ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં સૌથી વધુ 142 કેસ સામે આવ્યા છે, જેમાંથી 63 કેસ એક જ દિવસમાં નોંધાયા છે.

Omicron Cases in India: દેશમાં કોરોનાથી 315ના મોત, ઓમિક્રોનના કુલ કેસ 578

author img

By

Published : Dec 27, 2021, 12:16 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના એક જ દિવસમાં સૌથી વધુ 156 કેસ સામે આવ્યા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના આ નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા (Omicron Cases in India) વધીને 578 થઈ ગઈ છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે (Union Health Ministry on Omicron) તાજા આંકડામાં જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી 151 સાજા થયા છે અથવા વિદેશ જતા રહ્યા છે.

દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ
દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

આ પણ વાંચો- PM Modi Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ કહ્યું,- કોરોના રસી મામલે ભારતની 'સિદ્ધિ અભૂતપૂર્વ'

દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

ઓમિક્રોન સંક્રમણના (Omicron Cases in India) આ કેસ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં સૌથી વધુ 142, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 141, કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43 અને તેલંગાણામાં 41 કેસ નોંધાયા છે.

દિલ્હીમાં નાઈટ કરફ્યૂ લગાવાયો

દિલ્હીમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ (Omicron Cases in India) પણ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 63 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ અહીં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 142 થઈ છે. તો કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 290એ પહોંચી છે. આપને જણાવી દઈએ કે, કોવિડ-19 અને ઓમિક્રોનના કેસને જોતા દિલ્હી સરકારે આજે રાત્રે નાઈટ કરફ્યૂ (Night curfew in Delhi) લગાવવાનો નિર્ણય કર્યો છે. નાઈટ કરફ્યૂ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો- COVID VACCINATION FOR CHILDREN:બાળકોની કોરોના રસીકરણ પર AIIMSના નિષ્ણાતે ઉઠાવ્યા સવાલ?

દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,531 કેસ નોંધાયા

મંત્રાલય તરફથી જાહેર (Union Health Ministry on Omicron) આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,531 કેસ (Omicron Cases in India) નોંધાયા પછી સંક્રમિતોની સંખ્યા વધીને 3,47,93,333 થઈ છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 75,841 થઈ ગઈ છે. તે દરમિયાન વધુ 315 દર્દીની મોત થતાની સાથે મૃત્યુઆંક 4,79,997 થઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.