ETV Bharat / bharat

હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાને કોર્ટે સંભળાવી આ પ્રકારની સજા - રાઉસ એવન્યુ કોર્ટ દિલ્હી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાની સજાની (disproportionate assets case) જાહેરાત કરવામાં આવી હતી, જે અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત છે. ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા અને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાને આ કેસમાં કોર્ટે સંભળાવી સજા

author img

By

Published : May 27, 2022, 1:18 PM IST

Updated : May 27, 2022, 2:32 PM IST

નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ શુક્રવારે અપ્રમાણસર સંપત્તિ કેસમાં દોષિત હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાની સજાની જાહેરાત (disproportionate assets case) કરશે. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલ ચુકાદો સંભળાવશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 26મી મેના રોજ કોર્ટે ચુકાદો અનામત (Announcement of punishment for OP Chautala) રાખ્યો હતો.

  • Disproportionate assets case: Special CBI Court in Delhi sentences former Haryana CM OP Chautala to four years imprisonment, imposes a fine of Rs 50 lakhs

    The Court also ordered to confiscate his four properties.

    (file pic) pic.twitter.com/ZqxrMFgV0E

    — ANI (@ANI) May 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: રસ્તો બન્યો રક્તરંજીત : યાત્રીઓની યાત્રા શરુ થતા પહેલા થઇ ખતમ

ચૌટાલા 90 ટકા વિકલાંગ: સુનાવણી દરમિયાન ચૌટાલાના વકીલે કહ્યું હતું કે, ચૌટાલા 90 ટકા વિકલાંગ છે. તેમણે કહ્યું હતું કે, ચૌટાલાને હાઈપરટેન્શન, ડાયાબિટીસ સહિત અન્ય ઘણી બીમારીઓ છે. ચૌટાલાના સોગંદનામામાં મેદાંતા હોસ્પિટલનું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ચૌટાલા 86 વર્ષના છે અને તેમને ઓછામાં ઓછી સજા મળવી જોઈએ.

ચૌટાલાની માંગનો વિરોધ: સુનાવણી દરમિયાન, CBI તરફથી હાજર રહેલા વકીલે તબિયતના આધારે સજા ઘટાડવાની ચૌટાલાની માંગનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું કે, ચૌટાલાને વધુમાં વધુ સજા આપવામાં આવે જેથી તેનો સંદેશ સમાજમાં જાય. સીબીઆઈએ કહ્યું કે, ચૌટાલા એક સાર્વજનિક વ્યક્તિ છે અને તેમને ઓછામાં ઓછી સજા આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે.

ચૌટાલાની 4.15 કરોડની સંપત્તિ જપ્ત: 2019 માં, EDએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં ચૌટાલાની રૂ. 1 કરોડ 94 લાખની સંપત્તિ જપ્ત કરી હતી. ચૌટાલાની જમીન અને એક ફાર્મ હાઉસ ED દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. EDએ અગાઉ ઓમ પ્રકાશ ચૌટાલાની 4.15 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ રીતે કુલ રૂ. 6 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Chardham yatra 2022: ચારધામમાં અત્યાર સુધીમાં 91 ભક્તોના મોત

દસ વર્ષની જેલની સજા: જુનિયર બેઝિક પ્રશિક્ષણ શિક્ષકોની ભરતી કૌભાંડમાં દોષિત જાહેર થયા બાદ ચૌટાલા દસ વર્ષની જેલની સજા ભોગવીને જેલની બહાર છે. ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના મોટા પુત્ર અજય ચૌટાલાને જુનિયર બેઝિક ટ્રેનિંગ ટીચર્સ રિક્રુટમેન્ટ કૌભાંડમાં 16 જાન્યુઆરી 2013ના રોજ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Last Updated : May 27, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.