ETV Bharat / bharat

Tokyo Olympics 2020 : ઓલંપિક ટીમે પાછા ફરવા પર RTPCR રિપોર્ટ બતાવવાની જરૂર નહિ - ઓલિમ્પિક 2020 ભારતનું શેડ્યૂસ

ભારત સરકારે રવિવારે જણાવ્યું હતું કે, ટોક્યો ઓલંપિકથી પાછા ફરતા ખેલાડીઓ, અધિકારીઓ અને મીડિયાએ જાપાનની રાજધાની છોડતા પહેલા કોરોના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહિ પડે.

Tokyo Olympics 2020
Tokyo Olympics 2020
author img

By

Published : Jul 26, 2021, 9:45 AM IST

  • ઓલિમ્પિકથી પાછા ફરતા ખેલાડીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • કોરોના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહિ
  • ખેલાડીઓએ તેમની સ્પર્ધા પૂર્ણ થયાના 48 કલાકમાં ટોક્યો છોડવાનું

નવી દિલ્હી : ભારત સરકારે રવિવારે જણાવ્યુંં હતું કે, ટોક્યો ઓલિમ્પિકથી પાછા ફરતા ખેલાડીઓ, અધિકારીઓ અને મીડિયાએ જાપાનની રાજધાની છોડતા પહેલા કોરોના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહિ પડે.

ઘરે પરત ફરતા RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવામાંથી છૂટ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા એક સત્તાવાર પત્રમાં આ નિર્ણય આપવામાં આવ્યો હતો. આ અગાઉ ભારતીય ઓલંપિક એસોસિએશન (IOE)ના પ્રમુખ નરિંદર બત્રાએ સરકારને વિનંતી કરી હતી કે, ઓલિમ્પિકની ટુકડીનું રસીકરણ થઇ ચુક્યું છેે અને ટોક્યોમાં નિયમિત કોરોના રિપોર્ટ કરવામાં આવે છે, તો તેઓએ તેમના ઘરે પરત ફરતા RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવામાંથી છૂટ આપવામાં આવી છે.

લોકોએ ભારત પહોંચીને ફરીથી રિપોર્ટ કરાવવો પડશે

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, માત્ર તે જ લોકોને ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવશે, જેઓ ભારત જતા પહેલા પૂર્વ લારની તપાસમાં નેગેટિવ આવશે. આ સિવાય ટોક્યોથી પરત ફરનારા તમામ લોકોએ ભારત પહોંચીને ફરીથી રિપોર્ટ કરાવવો પડશે.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

14 દિવસ માટે તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી પડશે

ખેલ મંત્રાલયને મોકલેલા આ પત્રમાં લખ્યું છે કે, ફક્ત તે જ લોકોને ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવશે, જેમને આ રોગના કોઇ લક્ષણો નહિ હોય. જોકે, ક્રૂ પરત ફરતા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે અને તેઓને 14 દિવસ માટે તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી પડશે. આવી શરતે સેમ્પલ આપ્યા પછી તેમને એરપોર્ટથી જવાની પરવાનગી આપવામાં આવશે.

ખેલાડીઓ, અધિકારીઓ, IOEના પ્રતિનિધિઓ, NSF અધિકારીઓ અને મીડિયાને રિપોર્ટમાંથી મુક્તિ

આ અગાઉ બત્રાએ રમત-ગમત સચિવ રવિ મિત્તલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "વિદેશથી આવ્યા પછી ભારતમાં પ્રવેશતા પહેલા માન્ય RTPCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવો જરૂરી છે." આ જાપાનથી આવતા લોકોને પણ લાગુ પડે છે. હું વિનંતી કરું છું કે, ટોક્યોથી પરત આવતા ખેલાડીઓ, અધિકારીઓ, IOEના પ્રતિનિધિઓ, NSF અધિકારીઓ અને મીડિયાને આમાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ પણ વાંચો : 2016 થી આજ સુધી જાણો, કેવી રહી તીરંદાજ અતનુ દાસની ઓલિમ્પિક યાત્રા

ખેલાડીઓએ તેમની સ્પર્ધા પૂર્ણ થયાના 48 કલાકમાં ટોક્યો છોડવાનું

ટોક્યો ઓલિમ્પિક પ્રોટોકોલ મુજબ, ખેલાડીઓ પર દરરોજ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવતો હતો અને જો તે પોઝિટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાવવામાં આવતો હતો. ખેલાડીઓએ પણ તેમની સ્પર્ધા પૂર્ણ થયાના 48 કલાકમાં ટોક્યો છોડવાનું છે.બત્રાએ સરકારને વિનંતી કરી છે કે, જાપાની સરકારને ભારતીય ટીમને કોરોના રિપોર્ટ વિના રજા આપવાની મંજૂરી આપવા વિનંતી કરી છે.

મીરા ચાનુ સહિતની વેઇટ લિફ્ટિંગ ટીમ સોમવારે રવાના થશે

રજત પદક વિજેતા મીરા ચાનુ સહિતની વેઇટ લિફ્ટિંગ ટીમ સોમવારે રવાના થશે. બત્રાએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા, વિસ્તારા, ઓલ નિપ્પોન એરલાઇન્સ અને જાપાન એરલાઇન્સની ફ્લાઇટ જાપાનથી આવશે. તેમણે આ એરલાઇન્સને વિનંતી કરી હતી કે, ભારતીય ક્રૂને RTPCR રિપોર્ટ વિના પ્રવાસ કરી શકે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.