- એક છોકરાએ સ્કૂલમાં રજા પાડવાને લઈને એમના 20 મિત્રોને ઝેર પીવડાવી દીધુ
- આ સ્કૂલ ઓડિશાના બારગઢ જિલ્લાના ભાટલી બ્લોકમાં
- વિદ્યાર્થીએ તેની હોસ્ટેલના 20 મિત્રોને બોટલમાંથી પાણી પીવડાવ્યું
નવી દિલ્લીઃ ઓડિશાના(Odisha) કામાગામમાં ઉચ્ચ માધ્યમિક સ્કૂલના(Kamagaon Higher Secondary School) છોકરાએ એમના 20 મિત્રોની જાન જોકમમાં મુકી કેમ કે એને સ્કૂલમાં રજા જોતી હતી. આ સ્કૂલ ઓડિશાના બારગઢ જિલ્લાના ભાટલી બ્લોકમાં (Bhatli Block of Bargarh District of Odisha )આવેલ છે.
વિદ્યાર્થીએ તેની હોસ્ટેલના 20 મિત્રોને બોટલમાંથી પાણી પીવડાવ્યું
શાળાના આચાર્ય પ્રેમાનંદ પટેલે (Principal Premanand Patel) જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીએ તેની હોસ્ટેલના 20 મિત્રોને બોટલમાંથી પાણી પીવડાવ્યું જેમાં ઝેરી જંતુનાશક(poisonous insecticide ) ભેળવવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને ઉલ્ટી અને ઉબકા આવવાની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જોકે સારવાર બાદ તમામ ખતરાની બહાર છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે આર્ટ્સના આરોપી 16 વર્ષીય વિદ્યાર્થીને આશા હતી કે કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યા બાદ લોકડાઉન થઈ જશે અને સ્કૂલ બંધ થઈ જશે.
વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો
પરંતુ તેમ ન થતાં તેણે આ જીવલેણ પગલું ભર્યું હતું. હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓના સંબંધીઓએ માંગ કરી હતી કે આરોપી વિદ્યાર્થી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે, પરંતુ તેની નાની ઉંમર અને કારકિર્દીને જોતા તેની સામે કેસ નોંધવામાં આવ્યો ન હતો. તેને થોડા દિવસો માટે શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Coonoor Helicopter Crash: CDS રાવત અને જવાનો પર વાંધાજનક પોસ્ટ કરનારાઓ પર આવશે તવાઈ