ETV Bharat / bharat

હોસ્પિટલની દિવાલ પર લટકતી હાલતમાં નર્સનો મૃતદેહ મળી આવ્યો, પીડિતાની માતા દ્વારા દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ - ઉત્તરપ્રદેશ નર્સનો મૃતદેહ

શુક્રવારે, ઉત્તરપ્રદેશ બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારની ન્યૂ જીવન હોસ્પિટલમાં નોકરી પર ગયેલી નર્સનો શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ હોસ્પિટલની દિવાલ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પીડિતાની માતાની ફરિયાદ પર 3 લોકો વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો કેસ (UP Unnav Rape Murder Case) નોંધ્યો છે.

હોસ્પિટલની દિવાલ પર લટકતી હાલતમાં નર્સનો મૃતદેહ મળી આવ્યો, પીડિતાની માતા દ્વારા દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ

author img

By

Published : May 2, 2022, 4:05 PM IST

ઉન્નાવ: બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારની ન્યૂ જીવન હોસ્પિટલ (New Jeevan Hospital unnao)માં નોકરી પર ગયેલી નર્સનો શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ હોસ્પિટલની દિવાલ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી. બાળકીના મામાએ આશંકા વ્યક્ત કરી છે કે યુવતી પર દુષ્કર્મ અને હુમલો કર્યા બાદ હત્યા (UP Unnav Rape Murder Case) થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે 3 લોકો વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: Nepal Bihar Border Bettiah: હવે નેપાળે ભારતની જમીન પર કઈક આવુ કર્યું, અધિકારીઓએ કરી કાર્યવાહી

બાંગરમઉના દુલ્લાપુરવા ગામ પાસે ન્યૂ જીવન નર્સિંગ હોમ કાર્યરત છે. નજીકના ગામમાં રહેતી 18 વર્ષની યુવતી શુક્રવારે જ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ હતી. શનિવારે ન્યૂ જીવન હોસ્પિટલની દિવાલ સાથે નર્સનો મૃતદેહ હોસ્પિટલની દિવાલ (Nurse dead body New Jeevan Hospital) સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલની દિવાલ પર નર્સનો મૃતદેહ મળવાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: Eid-al-Fitr 2022: ભારતમાં ઈદ-અલ-ફિત્ર 2 તારીખે નહી ઉજવાય, હિલાલ સમિતિઓએ પુષ્ટિ કરી

આ પછી નર્સના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પરિજનોએ પુત્રી પર દુષ્કર્મ અને હત્યા બાદ મૃતદેહને લટકાવવાનો આરોપ લગાવ્યો છે. એએસપી શશિશેખર સિંહે જણાવ્યું કે, બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારની ન્યુ જીવન હોસ્પિટલમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો છે. હત્યાનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સંબંધીઓનો આરોપ છે કે, તેની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.