ETV Bharat / bharat

Girls Missing In India: બે વર્ષમાં ગુજરાતમાંથી 37,576 મહિલાઓ અને 4,222 છોકરીઓ ગુમ થઈ - NCRB - ગુજરાતમાંથી છોકરીઓ ગુમ

સરકારે સંસદમાં જવાબ આપ્યો છે કે 2019-21 વચ્ચે 13 લાખથી વધુ છોકરીઓ ગુમ થઈ છે. સૌથી વધુ છોકરીઓ મધ્યપ્રદેશમાંથી ગુમ થઈ છે, જ્યારે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે છે. ડેટા અનુસાર ગુજરાતમાંથી 2019 અને 2021 વચ્ચે 37,576 મહિલાઓ અને 4,222 છોકરીઓ ગુમ થઈ હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 31, 2023, 8:00 AM IST

Updated : Jul 31, 2023, 8:07 AM IST

નવી દિલ્હી: 2019 અને 2021 વચ્ચેના ત્રણ વર્ષના ગાળામાં દેશમાં 13.13 લાખ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે, જેમાંથી સૌથી વધુ મધ્યપ્રદેશમાંથી છે. ગુમ થયેલી મહિલાઓની સંખ્યાના મામલે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, 2019 થી 2021 દરમિયાન દેશમાંથી 18 વર્ષથી વધુ ઉંમરની 10,61,648 મહિલાઓ ગુમ થઈ હતી, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરની 2,51,430 છોકરીઓ આ દરમિયાન ગુમ થઈ હતી.

  • (Correcting earlier tweet)
    More than 13.13 lakh girls and women went missing in the country between 2019 and 2021, with Madhya Pradesh accounting for the highest at nearly two lakh, closely followed by West Bengal, according to Union Home Ministry data

    — Press Trust of India (@PTI_News) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૌથી વધુ છોકરીઓ મધ્યપ્રદેશમાંથી ગુમ: આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે. સંસદ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર 2019 અને 2021 વચ્ચે મધ્યપ્રદેશમાંથી 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી. મહારાષ્ટ્રમાંથી 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થઈ હતી. ઓડિશામાં ત્રણ વર્ષના સમયગાળામાં 70,222 મહિલાઓ અને 16,649 છોકરીઓ ગુમ થઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હી પ્રથમ: છત્તીસગઢમાં આ જ સમયગાળામાં 2016 દરમિયાન લગભગ 49,116 મહિલાઓ અને 10,187 છોકરીઓ ગુમ થઈ હતી. સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં ટોચનું સ્થાન ધરાવે છે જ્યાંથી સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ હતી. 2019 અને 2021 વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાંથી 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન 8,617 મહિલાઓ અને 1,148 છોકરીઓ ગુમ થઈ હતી.

મહિલાઓની સુરક્ષા સામે સવાલ: સરકારે એમ પણ કહ્યું કે તેણે મહિલાઓની સુરક્ષામાં સુધારો કરવા માટે અનેક પગલાં લીધાં છે. આમાં યૌન ગુનાઓને રોકવા માટે ક્રાઈમ એક્ટ 2013માં સુધારો કરવામાં આવ્યો છે. 2018ના ફોજદારી કાયદામાં સુધારા દ્વારા આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુજબ જો 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર થાય છે તો તેના માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ: સ્માર્ટ પોલીસિંગ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં જે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને અમદાવાદનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ 20 સપ્ટેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. યૌન અપરાધીઓની તપાસ અને ટ્રેકિંગ માટે 20 સપ્ટેમ્બર 2018ના રોજ નેશનલ ડેટાબેઝ પણ શરૂ કરવામાં આવ્યો છે. જો બળાત્કારની ફરિયાદ થશે તો પોલીસે બે મહિનામાં તપાસ પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરવી પડશે. આ પછી આ મામલે સુનાવણી પણ આગામી બે મહિનામાં પૂરી થવાની છે. સરકારે એક નંબર જારી કર્યો છે, તે નંબર છે - 112. આ નંબર સમગ્ર ભારત માટે માન્ય છે. તમે ગમે ત્યાંથી તરત જ આ નંબર પર ફરિયાદ કરી શકો છો.

(PTI-ભાષા)

  1. Uniform Civil Code: ધર્મને નામે અલગ કાયદા બનાવીને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો હક કોઈને આપી શકાય નહિ: VHP
  2. Chief Justice Sunita Agarwal: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત, જાણો જેલ અને કેદીઓ વિશે શુ કહ્યું...

Last Updated : Jul 31, 2023, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.