ETV Bharat / bharat

Nuh violence : 5 જિલ્લામાં કલમ 144 લાગુ, નૂહમાં 8 અર્ધલશ્કરી બટાલિયન તૈનાત - હરિયાણા શાળા શિક્ષણ બોર્ડ

હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદથી તણાવનો માહોલ છે. જિલ્લામાં શાંતિ જાળવવા માટે અર્ધલશ્કરી દળની 8 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. હરિયાણાના પાંચ જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, હિન્દુ સંગઠનોએ સોમવારે નૂહમાં બ્રજ મંડળ યાત્રા કાઢી હતી. આ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

Nuh violence
Nuh violence
author img

By

Published : Aug 1, 2023, 6:21 PM IST

હરિયાણા : હિન્દુ સંગઠનોએ સોમવારે નૂહમાં બ્રજ મંડળ યાત્રા કાઢી હતી. આ દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયો અને પછી ભારે હિંસાના ભડકી ઉઠી હતી. થોડી જ વારમાં બદમાશોએ 40 વાહનોને આગ ચાંપી દીધી હતી. આ હિંસામાં અત્યાર સુધી બે હોમગાર્ડના મોતના સમાચાર છે. ઉપરાંત 15 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. નૂહમાં હિંસા બાદ 8 અર્ધલશ્કરી બટાલિયન તૈનાત કરવામાં આવી છે. હિંસા બાદ મંદિરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

પરીક્ષા મોકૂફ : 1 અને 2 ઓગસ્ટના રોજ હરિયાણા શાળા શિક્ષણ બોર્ડની 10 મી પૂરક અને DLED પરીક્ષા રાજ્યમાં યોજાવાની હતી. હવે આ પરીક્ષાઓ સમગ્ર હરિયાણામાં મુલતવી રાખવામાં આવી છે. નૂહ હિંસા બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

કલમ 144 લાગુ : નૂહ સહિત હરિયાણાના 5 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય નૂહ, ફરીદાબાદ, ગુરુગ્રામ અને પલવલમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોને ગઈકાલે બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ સિવાય ડીસી પ્રશાંત પંવારે આજે સવારે 11 વાગે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સર્વ સમાજની બેઠક બોલાવી હતી.

શું છે સમગ્ર મામલો ? સોમવારે વિશ્વ હિન્દુ પરિષદે હરિયાણાના નૂહ જિલ્લામાં બ્રજ મંડળ યાત્રા કાઢી હતી. આ યાત્રામાં ગુરુગ્રામ, રેવાડી, રોહતક, પાણીપત, ભિવાની, નારનૌલ, ઝજ્જર, ફરીદાબાદ સહિત વિવિધ જિલ્લાના લોકોએ ભાગ લીધો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે આ યાત્રા બપોરે નૂહના તિરંગા પાર્ક પાસે પહોંચી તો ત્યાં પહેલાથી જ ઉભેલા જૂથ સાથે વિવાદ થયો હતો. આ પછી મુસ્લિમ સમુદાયે યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો.

આ બંને મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અગાઉ માત્ર બે જિલ્લા નૂહ અને પલવલના પરીક્ષા કેન્દ્રોમાં જ આ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સમગ્ર હરિયાણાના પરીક્ષા કેન્દ્રો પર 1 અને 2 ઓગસ્ટે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.-- ડો. વી.પી. યાદવ (પ્રમુખ, હરિયાણા શાળા શિક્ષણ બોર્ડ)

40 વાહનો ફૂંકી માર્યા : વિવાદ થોડી જ વારમાં હિંસામાં ફેરવાઈ ગયો. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બદમાશોએ 40 થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. જ્યારે પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો બદમાશોએ પોલીસ પર જ હુમલો કર્યો. આ હિંસામાં અત્યાર સુધીમાં 2 હોમગાર્ડ જવાનોના મોતના સમાચાર છે. જ્યારે 15થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

ઈન્ટરનેટ સેવા બંધ : જ્યારે સ્થિતિ તંગ બની ત્યારે રેવાડી, ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. સ્થિતિ એટલી વણસી ગઈ કે, ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી. નૂહમાં 2 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનો, શોરૂમ અને મકાનોમાં લૂંટ ચલાવી હતી. સામાન્ય લોકોને ખૂબ માર મારવામાં આવ્યો હતો. નૂહમાંથી નીકળેલી ચિનગારી ધીમે ધીમે ગુરુગ્રામના સોહના અને પલવલ જિલ્લામાં પહોંચી. અહીં હિંસાના અહેવાલો પણ હતા.

કેન્દ્ર પાસે મદદ માંગી : હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ગૃહ પ્રધાન અમિત શાહ પાસે મદદ માંગી હતી. ત્યારબાદ 8 અર્ધલશ્કરી બટાલિયનને મોડી રાત્રે હરિયાણા મોકલવામાં આવી હતી. જેમાં CRPF ની 5 બટાલિયન અને RAF ની 3 બટાલિયન સામેલ છે. અર્ધલશ્કરી દળે મોડી રાત્રે નુહમાં ચાર્જ સંભાળ્યો હતો. સમગ્ર શહેરમાં પોલીસ દળના સહયોગથી ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી હતી.

બચાવ કામગીરી : અર્ધલશ્કરી દળના આગમન બાદ નુહના નલહદના શિવ મંદિરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હિંસા બાદ અહીં 1 હજારથી વધુ લોકો ફસાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. તેઓને બચાવીને રાત્રે જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય કેટલીક જગ્યાએ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

  1. S.K. Langa case : એસ.કે. લાંગા પ્રકરણમાં કુબેર ડીંડોરના પીએસને બરતરફ કરાયા, અજયસિંહ ઝાલા લાંબા સમયથી DCLR તરીકે બજાવતા હતા ફરજ
  2. Bihar Caste Survey Case : પટના હાઇકોર્ટે જાતિ સર્વેક્ષણ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.