ETV Bharat / bharat

કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત બાદ અમિત શાહને મળવા પહોંચ્યા અજિત ડોભાલ

પંજાબ (Punjab)ના પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) સાથે મુલાકાત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval) ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે.

કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત બાદ અમિત શાહને મળવા પહોંચ્યા અજિત ડોભાલ
કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત બાદ અમિત શાહને મળવા પહોંચ્યા અજિત ડોભાલ
author img

By

Published : Sep 30, 2021, 3:54 PM IST

Updated : Sep 30, 2021, 5:01 PM IST

  • અમરિંદર સિંહે અજિત ડોભાલ સાથે કરી મુલાકાત
  • કેપ્ટન સાથે મુલાકાત બાદ શાહને મળવા પહોંચ્યા ડોભાલ
  • પંજાબ સરહદ સુરક્ષાના મુદ્દે થઈ ચર્ચા

નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrinder Singh) આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval) સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પંજાબ (Punjab)ની પાકિસ્તાનથી અડીને આવેલી સરહદ પર ડ્રોનથી હથિયાર ફેંકવા સહિત અનેક અન્ય સુરક્ષા બિંદુઓ પર વાત કરી. તો અમરિંદર સિંહ સાથે વાત કર્યા બાદ અજિત ડોભાલ ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) સાથે વિચાર-વિમર્શ માટે તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે.

ભાજપમાં સામેલ થવાને લઇ નિર્ણય અમરિંદર પર છોડાયો

તો બીજેપીના સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય કેપ્ટન અમરિંદર સિંહ પર છોડી દેવામાં આવ્યો છે. જો તેઓ પાર્ટીમાં સામેલ થવા નથી ઇચ્છતા તો ભાજપ તેમને બહારથી સમર્થન કરી શકે છે. જો કે અનેક નેતાઓનું કહેવું છે કે કેપ્ટન પંજાબમાં રાજકીય અસ્થિરતા અને સરહદી ક્ષેત્રની સુરક્ષા સંબંધમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મળ્યા હતા.

અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન પર થઈ વાત

આ પહેલા અમરિંદર સિંહે બુધવારના ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શાહને મળ્યા બાદ અમરિંદર સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, અમિત શાહની સાથે મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાઓના કારણે ઉત્પન્ન થયેલી મડાગાંઠને લઇને વાત કરી.

એમએસપીની ગેરંટી અને પંજાબમાં પાકના ઉત્પાદનને લઇને પણ થઈ ચર્ચા

અમરિંદરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાની દિશામાં કૃષિ કાયદાઓને રદ્દ કરવા, એમએસપીની ગેરંટી અને પંજાબમાં પાકના ઉત્પાદનને લઇને ગૃહપ્રધાન અમિત શાહની સાથે ચર્ચા થઈ. આ પહેલા અમરિંદર સિંહના મીડિયા પ્રભારી રવીન ઠુકરાલે પણ એક ટ્વીટમાં લખ્યું કે, શાહ અને અમરિંદરની મુલાકાત દરમિયાન ખેડૂતોના મુદ્દા પર વાત કરવામાં આવી.

આ પણ વાંચો: પંજાબમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અમરિંદર સિંહે અમિત શાહ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી

આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહ ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા

Last Updated : Sep 30, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.