ETV Bharat / bharat

ઉત્તર MCDની વેબસાઇટ પર ઓનલાઇન અંતિમસંસ્કાર માટે સ્લોટ પ્રાપ્ત કરી શકાશે - ઉત્તર એમસીડી સ્મશાનગૃહ તપાસ

ઉત્તર MCDએ પોતાની વેબસાઇટના એક વિભાગ પર સ્મશાન ઘાટની ઉપલબ્ધતા તપાસીને મુકવામાં આવી છે. આજથી શરૂ થયેલી આ સેવામાં લોકો કઈ વેબસાઇટ દ્વારા અંતિમ સંસ્કાર માટે ક્યા સ્થાન છે તે જાણી શકાશે. north mcd start online slot availability check For cremation grounds

ઉત્તર MCDની વેબસાઇટ પર ઓનલાઇન અંતિમસંસ્કાર માટે સ્લોટ પ્રાપ્ત કરી શકાશે

author img

By

Published : May 3, 2021, 11:55 AM IST

  • અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહની બહાર પણ લાઇનમાં ઉભા રહેવું પડે
  • ઉત્તર MCDએ સ્મશાનગૃહમાં ઉપલબ્ધતાને ચકાસવા માટે તેની વેબસાઇટ પર એક વિભાગ મૂક્યો
  • વેબસાઇટમાં લોકો અંતિમસંસ્કાર માટે કઇ જગ્યા છે તે જાણી શકાશે

નવી દિલ્હી : કોરોના મહામારીના ચાલતા દેશની રાજધાની દિલ્હીમાંં લોકોને હોસ્પિટલોની બહાર અને ઓક્સિજન રિફિલિંગ સેંટર્સની બહાર જ નહિ પણ તેમના સગાસંબંધીઓની દુ:ખદ અવસાન બાદ અંતિમ સંસ્કાર માટે જગ્યાના અભાવને કારણે સ્મશાનગૃહની બહાર પણ લાઇનમાં ઉભા રહેવું પડે છે. તેના નિરાકરણ રૂપે, ઉત્તર MCDએ સ્મશાનગૃહમાં ઉપલબ્ધતાને ચકાસવા માટે તેની વેબસાઇટ પર એક વિભાગ મૂક્યો છે. આજથી શરૂ થયેલી આ વેબસાઇટમાં લોકો અંતિમસંસ્કાર માટે કઇ જગ્યા છે તે જાણી શકાશે.

સ્મશાનગૃહમાં ક્યા માધ્યમથી અંતિમસંસ્કાર થશે તે જાણી શકાશે

વેબસાઇટ પર સ્મશાનઘાટનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોની સગવડ માટે અહીં છેલ્લે અપડેટ થયેલા સમય સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જેના દ્વારા સ્મશાનગૃહમાં ક્યા માધ્યમથી અંતિમસંસ્કાર થશે. ઉદાહરણ તરીકે, ઘણી જગ્યાએ લાકડાં ઉપરાંત CNG અને ઇલેક્ટ્રિક માધ્યમ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે, આ માધ્યમો દ્વારા અંતિમ સંસ્કાર માટે કેટલા સ્લોટ બાકી છે.

આ પણ વાંચો: સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લેવું પડે છે ટોકન..!!

સ્મશાનઘાટમાં અંતિમસંસ્કારની સંખ્યામાં પણ 4થી 5 ગણો વધારો

ઉત્તર MCDના મેયર જય પ્રકાશે કહ્યું કે, દિલ્હીની આરોગ્ય પ્રણાલી પર વધારાના બોજાની સાથે-સાથે સ્મશાનઘાટમાં અંતિમસંસ્કારની સંખ્યામાં પણ 4થી 5 ગણો વધારો થયો છે. અંતિમ સંસ્કાર માટે લોકોને લાઇનમાં ઉભું રહેવું પડે છે. જોકે, હવે આવું નહીં થાય કારણ કે, વેબસાઇટ દ્વારા લોકો કોઈપણ સ્મશાનની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકશે.

આ પણ વાંચો : અમદાવાદ: કોરોના દર્દીઓની અંતિમવિધિ માટે ભયજનક સ્થિતિ, સ્મશાનગૃહોમાં 4 થી 5 કલાકનું વેઈટિંગ

જુદા-જુદા સ્મશાનઘાટને વિવિધ હોસ્પિટલો સાથે જોડવામાં આવ્યા

તેમણે એમ પણ કહ્યું કે, જુદા-જુદા સ્મશાનઘાટને વિવિધ હોસ્પિટલો સાથે જોડવા છતાં ઘણી જગ્યાએ ઘણા લોકો છે. હાલમાં કોર્પોરેશન પાસે આવા 12 સ્મશાન છે. જ્યાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.