ETV Bharat / bharat

Jammu & Kashmir: શોપિયામાં આતંકવાદી હુમલો, ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર - NON LOCALS ATTACKED BY TERRORISTS IN SHOPIAN

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

NON LOCALS ATTACKED BY TERRORISTS IN SHOPIAN

author img

By

Published : Jul 13, 2023, 10:21 PM IST

આતંકવાદીઓએ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર કર્યો

શોપિયા: દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર કર્યો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ત્રણેય શ્રમિકોની હાલત સ્થિર છે.

ત્રણ બિન-સ્થાનિક શ્રમિકો પર ગોળીબાર: મળતી માહિતી મુજબ, શોપિયન નગરના ગગરાન વિસ્તારમાં અજાણ્યા શંકાસ્પદ આતંકવાદીઓએ બિન-સ્થાનિક શ્રમિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા. ફાયરિંગમાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને શોપિયાં જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરીને તેને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘાયલોની ઓળખ અનવર, હીરા લાલ અને પિન્ટો તરીકે થઈ છે. ફાયરિંગની ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દીધી.

આતંકવાદીઓનો ત્રીજો હુમલો: આ વર્ષે કાશ્મીરમાં બિન-સ્થાનિકો અને લઘુમતીઓ પર આ ત્રીજો હુમલો છે. 26 ફેબ્રુઆરીના રોજ, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અચેનમાં આતંકવાદીઓ દ્વારા બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ મહિના પછી 29 મેના રોજ ઉધમપુરના રહેવાસી દીપુ, જે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાનગી સર્કસ મેળામાં કામ કરી રહ્યા હતા. તેની અનંતનાગ શહેરમાં જગલેન્ડ મંડી પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

તપાસ શરૂ: NIAના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ કેડર અને કાર્યકરોની જમ્મુ અને કાશ્મીરમાં આતંક, હિંસા અને તોડફોડને લગતી પ્રવૃત્તિઓ માટે તપાસ કરવામાં આવી રહી છે. NIAને સ્ટીકી બોમ્બ/મેગ્નેટિક બોમ્બ, IEDs, ભંડોળ, નાર્કોટિક્સ અને શસ્ત્રો/દારૂગોળોના સંગ્રહ અને વિતરણમાં તેમની સંડોવણીની શંકા છે. આ આતંકવાદી કાવતરાની વિગતોનો પર્દાફાશ કરવા માટે એજન્સી દ્વારા આની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. NIA દ્વારા 21 જૂન 2022 ના રોજ કેસ નોંધ્યા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

  1. આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા, શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
  2. ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, 4 ગ્રામીણોનાં મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.