ETV Bharat / bharat

Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ - લુઈસ ઈ બ્રુસ

નોબલ પ્રાઈઝ 2023માં રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મોંગી જી. બાવેંડી, લુઈસ ઈ. બ્રુસ અને એલેક્સી આઈ. એકિમોવનો સમાવેશ થાય છે. રોયલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વાંચો વધુ સમાચાર વિગતવાર.

રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે  નોબલ પ્રાઈઝ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 6:34 PM IST

સ્ટોકહોમઃ આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રનો નોબલ 3 વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવશે. આ 3 વૈજ્ઞાનિકોમાં મોંગી જી. બાવેંડી, લુઈસ ઈ. બ્રુસ અને એલેક્સી આઈ. એકિમોવનો સમાવેશ થાય છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ ડોટ્સ પર અદભુદ સંશોધન કર્યુ છે. રોયલ એકેડમી ઓફ સાયન્સના મહાસચિવ હંસ એલેગ્રેને બુધવારે આ નોબલ પ્રાઈઝની જાહેરાત કરી છે.

  • BREAKING NEWS
    The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8

    — The Nobel Prize (@NobelPrize) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નોબલ પ્રાઈઝઃ જે પણ મહાનુભાવને નોબલ પ્રાઈઝ માટે પસંદ કરવામાં આવે છે તેમણે ટ્રોફી ઉપરાંત 11 મિલિયન સ્વિડિશ ક્રોનર(1 મિલિયન અમેરિકન ડોલર)ની રોકડ રકમ આપવામાં આવે છે. આ રકમ સ્વિડિશ સંશોધક આલ્ફ્રેડ નોબલ દ્વારા છોડાયેલ વારસામાંથી ચૂકવાય છે. આલ્ફ્રેડ નોબલનું 1896માં મૃત્યુ થઈ ગયું હતું.

ક્વોન્ટમ ડોટ્સમાં સંશોધનઃ આ વર્ષનું રસાયણ વિજ્ઞાન ક્ષેત્રનું નોબલ પ્રાઈઝ વૈજ્ઞાનિકોને તેમને ક્વોન્ટમ ડોટ્સ ક્ષેત્રે કરેલા સંશોધન બદલ આપવામાં આવી રહ્યું છે. ક્વોન્ટમ ડોટ્સ એટલા નાના હોય છે કે તે તેમનો આકાર તેમના ગુણો પર આધાર રાખે છે. અત્યારે નેનોટેકનોલોજીના આ ઘટકો ટેલિવિઝન અને એલઈડી લેમ્પમાં જોવા મળે છે. નોબલ સમિતિના રસાયણ વિજ્ઞાનના અધ્યક્ષ જોહાન એક્વિસ્ટે જણાવ્યું કે ક્વોન્ટમ ડોટ્સમાં અનેક આકર્ષક અને અસામાન્ય ગુણ છે. તેમના આકાર અને રંગ અલગ અલગ હોય છે.

આ વર્ષના અન્ય નોબલ પ્રાઈઝ વિનર્સઃ આ અગાઉ નોબલ પ્રાઈઝના મેડિસિન અને ફિઝિક્સ સેક્ટર માટે વૈજ્ઞાનિકોના નામની જાહેરાત થઈ ચૂકી છે. મેડિસિન સેક્ટરમાં કોવિડ 19ની રસીમાં પાયારૂપ સંશોધન કરનારા કૈટાલિન કારિકો અને ડ્રુ વિસમૈનને નોબલ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ફિઝિક્સ સેક્ટરમાં પ્રકાશના અત્યંત નાના કિરણો સહિત ઈલેક્ટ્રોનની દુનિયાની શોધ કરનાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે નોબલ પ્રાઈઝ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ત્રણ ભૌતિક વૈજ્ઞાનિકોમાં પિયરે ઓગસ્ટિની, ફેરેંસ ક્રાઉસજ અને એની એલ હુલિયરનો સમાવેશ થાય છે. જેમણે ઈલેકટ્રોનની ગતિના અભ્યાસ માટે પ્રકાશના એટોસેકન્ટ પલ્સ ઉત્પન્ન કર્યા છે.

  1. Nobel Prize 2023: આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ
  2. Noble Prize for Meicine: કૈટાલિન કારિક અને ડ્રુ વિસમૈનની મેડિસિન નોબલ પ્રાઈઝ માટે પસંદગી થઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.