- રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે
- રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ
- 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે
મુંબઇઃ ટોપે એ પત્રકારોને કહ્યું હતું કે, રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પૂરતો સ્ટોક હોવો જોઇએ. મહારાષ્ટ્રમાં કેટલીયવાર રસીની અછતના કારણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનું રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું હતું. ટોપેએ કહ્યું હતું કે, રાજ્યની ક્ષમતા રોજ 8 લાખ લોકોને રસી આપવાની છે.
આ પણ વાંચોઃ અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું
સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે
આ દરમિયાન પણજીમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, રાજ્યને જ્યારે કોવિડ વિરોધી ડોઝ મળે ત્યારે રસીકરણ અભિયાન 18-44 વર્ષની વયના લોકો માટે શરૂ કરવામાં આવશે. સાવંતે કહ્યું કે, ગોવા સરકારે કોવિશીલ્ડ રસી બનાવનાર સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને પાંચ લાખ ડોઝ માટે આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી રસી મૂકાવવાની અનુમતિ આપી છે.