ETV Bharat / bharat

G20 Summit in Delhi : દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી G-20 સમિટ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ - વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક

રાજધાની દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત દિલ્હી પોલીસે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમન અંગે માહિતી આપવામાં આવશે. કઈ તારીખે ટ્રાફિક બદલવામાં આવશે અને કયા વિસ્તારમાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે જાણો આ અહેવાલમાં...

G20 Summit in Delhi
G20 Summit in Delhi
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 7:32 PM IST

નવી દિલ્હી : G20 સમિટના આયોજનને લઈને દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી પોલીસે સમિટમાં ભાગ લેવા આવનાર વિવિધ દેશો અને રાજ્યોના વડાઓની સુરક્ષા અને તેમને આવવા જવામાં થતી મુશ્કેલીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે એક તરફ ટ્રાફિક પોલીસ મેનપાવરનો ઉપયોગ કરશે. તો બીજી તરફ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિસ્ટમને સુચારૂ રીતે ચલાવવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા : દિલ્હી પોલીસના લગભગ 10,000 જવાન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર સુરેન્દ્ર યાદવે શુક્રવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) વિસ્તારમાં બસોનું સંચાલન સંપૂર્ણપણે બંધ રહેશે. આ વિસ્તારમાં ખાનગી વાહનોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વિસ્તારોમાં ફક્ત ઓન ડ્યુટી વાહનોને જ એન્ટ્રી મળશે.

  • #WATCH दिल्ली पुलिस ने 7 और 8 सितंबर की मध्यरात्रि से लागू होने वाले प्रतिबंधों के साथ एक विस्तृत यातायात एडवाइजरी जारी की है और यह 10 सितंबर की रात तक व्यवस्था समाप्त होने तक जारी रहेगी। विस्तृत यातायात एडवाइजरी में, हमने विभिन्न सेवाओं का उपयोग करने के बारे में विस्तृत निर्देश… pic.twitter.com/XPNfk1PH2G

    — ANI_HindiNews (@AHindinews) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જાહેર જનતાને અપીલ : દિલ્હી પોલીસે 7 અને 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી લાગુ થતા નિયંત્રણો સાથે વિગતવાર ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. આ નિયમ 10 સપ્ટેમ્બરની રાત્રે વ્યવસ્થાના પૂર્ણ થયા સુધી ચાલુ રહેશે. ટ્રાફિક એડવાઈઝરીમાં વિવિધ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. બસ સેવા રીંગ રોડની બહાર કાર્યરત રહેશે. NDMC વિસ્તાર નિયંત્રિત વિસ્તાર હશે જ્યાં બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. NDMC વિસ્તારમાં વાણિજ્યિક સંસ્થાઓ બંધ રહેશે. ઉપરાંત દિલ્હીના અન્ય ભાગોમાં વિવિધ સંસ્થાઓ ખુલ્લી રહેશે. દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો તેઓ નવી દિલ્હી તરફ આવી રહ્યા હોય તો મેટ્રો સેવાઓનો ઉપયોગ કરે.

ત્રણ દિવસ માટે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન લોકોને નવી દિલ્હી જિલ્લાની બિનજરૂરી મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લાને સંપૂર્ણ રીતે નિયંત્રિત ઝોન બનાવવામાં આવ્યો છે. સમિટ દરમિયાન કોઈ પણ માન્ય કારણ વગર નવી દિલ્હી જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે લોકો આ વિસ્તારમાં કામ કરે છે અથવા રહે છે, તેઓએ આવવા-જવા માટે તેમનું આઈડી કાર્ડ બતાવવાનું રહેશે.-- સુરેન્દ્ર યાદવ (સ્પેશિયલ કમિશનર)

સરળ ટ્રાફિક સુવિધા : દિલ્હી પોલીસ દ્વારા લોકોને સરળ ટ્રાફિક સુવિધા પૂરી પાડવા માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્કમાં રાજધાનીના વિવિધ રૂટની લિંક, તેના પર કરવામાં આવેલી વ્યવસ્થા અને પ્રતિબંધો વગેરેની જાણકારી આપવામાં આવશે. આ લિંક્સ દ્વારા સંબંધિત વ્યક્તિ તેને જરૂરી માહિતી મેળવી શકશે. આ વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક ત્રણ દિવસમાં લાઈવ થશે.

વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક : જો કોઈ વ્યક્તિ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ક્યાંક જવા માંગે છે અને કેવી રીતે જવું તે સમજાતું નથી. તો તે વર્ચ્યુઅલ લિંક પર તેનું ગંતવ્ય સ્થાન એડ કરશે. ત્યારબાદ નેવિગેશન દ્વારા સંપૂર્ણ માર્ગ બતાવવામાં આવશે. જેમાં કેવી રીતે અને ક્યાંથી જવું તે અંગે જણાવવામાં આવશે. ટ્રાફિક પોલીસે આ સમગ્ર નેવિગેશન પ્રોગ્રામને ગૂગલ અને મેપ માય ઈન્ડિયા સાથે શેર કર્યો છે. તેને ટૂંક સમયમાં ઓનલાઈન કરવામાં આવશે.

NDMC વિસ્તાર સંપૂર્ણ બંધ : સમિટ દરમિયાન NDMC વિસ્તારમાં વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં ફક્ત તે જ વાહનો જઈ શકશે જેમને G20 સમિટમાં ફરજ આપવામાં આવી છે. અથવા તેઓ જે આવશ્યક સપ્લાયના કામ સાથે જોડાયેલા છે. અહીં મેટ્રો દ્વારા આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ ખાનગી વાહન અથવા જાહેર વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  1. G20 Meeting in Gandhinagar : ગુજરાતમાં છેલ્લી G20 બેઠક, 27 થી 29 ઓગસ્ટ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી મુદ્દે ચર્ચા થશે
  2. PM Modi in G20 : નવ વર્ષમાં ભારત પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બન્યું - PM નરેન્દ્ર મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.