ETV Bharat / bharat

ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર : રાહુલ ગાંધી - undefined

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કૃષિકાયદાનો વિરોધ કરતાં ખેડૂતો જંતરમંતર પર કિસાન સંસદ ચલાવી રહ્યાં છે ત્યારે આજે આ સંસદમાં વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા હતાં અમે ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર
ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર
author img

By

Published : Aug 6, 2021, 4:14 PM IST

  • સરકાર રદ્દ કરે કાળો કાયદો : રાહુલ ગાંધી
  • 'ચર્ચા કરવાથી નહીં ચાલે કામ'
  • વિપક્ષે આપ્યું ખેડૂતોને સમર્થન

ન્યૂઝ ડેસ્ક: કૃષિ દાયદોના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓનું એક દળ શુક્રવારે જંતર મંતર પહોંચ્યું છે. વિપક્ષના નેતાઓના આ દળમાં લગભગ તમામ વિપક્ષના નેતાઆ જોડાયા હતાં. બપોરે 12:30 વાગ્યા આસપાસ સંસદથી એક પ્રતિનીધિ મંડળશ બસ મારફતે જંતર મંતર પહોંચ્યા હતાં. જંતર મંતર પર કિસાન સંસદ ચાલી રહી છે. આ ખેડૂતો નવા ખેડૂત કાયદા સામે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જંતર-મંતર પર સંસદ લગાવે અને સરકાર સામે આ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યાં છે. સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં જંતર - મંતર પહોંચ્યું છે. અહીંયા વિપક્ષ સમગ્ર દેશના ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ત્રણેય કાયદાઓને રદ્દ કરવા જ પડશે. આ મુદ્દે ચર્ચા કરવા માત્રથી કામ નહીં ચાલે.

અમારે પેગાસસ મુદ્દે કરવી છે ચર્ચા

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, 'સંસદમાં શું ચાલે છે તે તમે જાણો છો ? સંસદમાં અમે પેગાસસ મામલે ચર્ચા કરવા ઇચ્છીએ છીએ પણ તેના પર ચર્ચા થઇ રહી નથી. નરેન્દ્ર મોદીએ દેશના તમામ ફોનમાં પેગાસસ ભરી દીધો છે. ' ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળોની સાથે આ પ્રદર્શનમાં કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિત પક્ષના નેતાઓ જોડાયા હતાં.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.