ETV Bharat / bharat

બિહારમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં, આ તારીખે શપથ લઇ શકે છે નીતીશ - શપથ ગ્રહણની તૈયારી

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં NDA ની જીત બાદ હવે શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સૂત્રો અનુસાર દિવાળી બાદ નીતીશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. નીતીશ કુમાર મુખ્ય પ્રધાન તરીકે સાતમી વખત શપથ લેશે.

nitish kumar will take oath of bihar cm after diwali

author img

By

Published : Nov 12, 2020, 9:07 AM IST

  • સાતમી વખત શપથ લેશે નીતીશ!
  • ક્યારે-ક્યારે બન્યા બિહારના સીએમ
  • બે દશકોમાં સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે નીતીશ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને બહુમત મળ્યા બાદ બધા લોકોની નજર સરકારના ગઠન પર છે અને એવી સંભાવના છે કે, દિવાળી બાદ આગામી સપ્તાહે નવી સરકારનું ગઠન થઇ શકે છે. સૂત્રો અનુસાર જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર એક વાર ફરીથી મુખ્ય પ્રધાન બનશે.

બિહારમાં સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે આગળ વધતા નીતીશ કુમાર આગામી સોમવારે (16 નવેમ્બર) અથવા તે બાદ શપથ ગ્રહણ કરી શકે છે. આ પહેલા નવેમ્બરના અંતમાં વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થવાને ધ્યાને રાખીને તે રાજ્યપાલને રાજીનામું મોકલી શકે છે.

બિહારમાં અત્યાર સુધી સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ શ્રીકૃષ્ણ સિંહના નામે છે, જે આ પદ પર 17 વર્ષ 52 દિવસ સુધી રહ્યા હતા. નીતીશ કુમાર આ પદ પર અત્યાર સુધી 14 વર્ષ 82 દિવસ સુધી રહી ચૂક્યા છે.

ક્યારે-ક્યારે બન્યા બિહારના સીએમ

  • નીતીશે (તત્કાલિન સમતા પાર્ટીના નેતા) પહેલીવાર 3 માર્ચ, 2000 એ બિહારના મુખ્ય પ્રધાન રૂપે શપથ લીધી, પરંતુ બહુમત ન હોવા પર રાજીનામું આપવું પડ્યું હતું
  • 24 નવેમ્બર 2005 માં બીજીવાર સીએમ પદની શપથ લીધી
  • 26 નવેમ્બર 2010 એ ત્રીજીવાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા
  • 22 ફેબ્રુઆરી 2015 એ ચોથીવાર મુખ્ય પ્રધાન બન્યા
  • આરજેડી સાથે ગઠબંધનમાં 20 નવેમ્બર 2015 એ પાંચમી વખત મુખ્ય પ્રધાન બન્યા
  • આરજેડી સાથે સંબંધ તોડ્યા બાદ બીજેપી સાથે ગઠબંધન કરીને 27 જુલાઇ 2017 એ છઠ્ઠી વખત CM બન્યા

બે દશકોમાં સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે નીતીશ

મુખ્ય પ્રધાન પદની શપથ લીધા બાદ કુમારનું નામ છેલ્લા બે દશકોમાં સાત વખત મુખ્ય પ્રધાન રુપે શપથ લેવાની વિશિષ્ટ શ્રેણીમાં આવ્યું છે. તેમણે સૌથી પહેલીવાર વર્ષ 2000 માં મુખ્ય પ્રધાન પદની શપથ લીધી હતી, પરંતુ બહુમત માટે જરૂરી ધારાસભ્યનું સમર્થન ન મળતા તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

વર્ષ 2005 માં રાજગને પૂર્ણ બહુમત મળવા પર નીતીશ કુમાર મુખ્ય પ્રધાન બન્યા. વર્ષ 2014 માં લોકસભા ચૂંટણીમાં જેડીયૂના ખરાબ પ્રદર્શનને જોતા નૈતિક આધાર પર કુમારે મુખ્ય પ્રધાન પદનો ત્યાગ કર્યો હતો. જો કે, એક વર્ષથી પણ ઓછા સમયમાં તેઓ સત્તામાં પરત ફર્યા હતા.

મહાગઠબંધનથી કર્યો મોહભંગ

વર્ષ 2015 માં નીતીશ કુમારના જેડીયૂ અને લાલુ પ્રસાદની પાર્ટી રાજદે મહાગઠબંધન બનાવીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં જીત પણ મેળવી હતી. જો કે,તે તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવનું નામ ધનશોધનના મામલે સામે આવ્યા પર તેમણે જુલાઇ 2017 માં રાજીનામું આપ્યું હતું. કુમારે બીજા જ દિવસે ભાજપના સહયોગથી નવી સરકાર બનાવી હતી.

...તો સાતમી વખત શપથ લેશે નીતીશ!

વધુમાં જણાવીએ તો નવીન પટનાયક 5 વખત ઓડિશાના મુખ્ય પ્રધાન રહ્યા છે, મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ ચાર વખત, સિક્કિમના ચામલિંગ (1994 થી અત્યાર સુધી) બંગાળમાં જ્યોતિ બાસુ (1977 થી 2000 સુધી) મુખ્ય પ્રધાન રહ્યા હતા. જ્યારે નીતીશ કુમાર શપથ લેશે તો આ તેમનું સાતમી વખત શપથ ગ્રહણ હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.