- નીતીશ કુમારે સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે લીધા શપથ
- રાજ્યપાલે નીતીશ કુમારને પદ અને ગોપનિયતાના લેવડાવ્યા શપથ
- તારકિશોર પ્રસાદ અને રેણુ પ્રસાદે નાયબ મુખ્યપ્રધાનના લીધા શપથ
પટના/બિહાર: નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે સોમવારે શપથ લીધા હતા. રાજભવનમાં આયોજીત શપથ સમારોહમાં રાજ્યપાલે નીતીશ કુમારને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓ રહ્યા હાજર
ભાજપ તરફથી તારકિશોર પ્રસાદ અને રેણુ પ્રસાદે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, રાષ્ટ્રીય જનતા દળે આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
નીતીશ કુમારનું પ્રધાનમંડળ
- તારકિશોર પ્રસાદ (કટિહાર)
- રેણુ દેવી(બેટિયા)
- વિજય કુમાર ચોધરી(સરાયરંજન)
- વિજેન્દ્રપ્રસાદ યાદવ (સુપૌલ)
- અશોક ચૌધરી (વિધાન પરિષદ)
- મેવાલાલ ચૌધરી (તારાપુર, મુંગેર)
- શીલા કુમારી (ફૂલપરા, મધુબની)
- સંતોષકુમાર સુમન
- મુકેશ સહની
- મંગલ પાંડે (વિધાન પરિષદ)
- અમરેન્દ્ર પ્રતાપસિંહ (આરા)
- જીવેશ મિશ્રા (જાલે, દરભંગા)
- રામપ્રીત પાસવાન (રાજનગર, મધુબની)
- રામ સુરત રાય (ઓરાઈ, મુઝફ્ફરપુર)
તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીનો પરિચય
કટિહારમાં ચાર વખત ધારાસભ્ય રહેલા તારકિશોર પ્રસાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજકારણમાં આવ્યા હતા. તેએ 52 વર્ષનો છે અને 2005 થી કટિહાર વિધાનસભા બેઠક પરથી જીતી રહ્યા છે અને તેઓએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બિહારના રાજકારણમાં તારકિશોર પ્રસાદની સારી એવી પકડ છે. અતિ પછાત વર્ગમાંથી આવતા રેણુ દેવી બેટિયાથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. નીતીશ કુમારની બીજી ટર્મમાં તેઓએ પ્રધાન તરીકે પણ કામ કર્યું છે.
નીતીશ કુમારે સરકાર બનાવવાનો કર્યો હતો દાવો
રવિવારે મળેલી બેઠકમાં નીતીશ કુમારને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતીશ કુમાર રાજભવન ગયા અને રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા. નીતીશ કુમારે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
નીતીશ કુમાર અગાઉ ક્યારે ક્યારે રહ્યા છે મુખ્યપ્રધાન
- 3 માર્ચ 2000 થી 10 માર્ચ 2000 સુધી
- 24 નવેમ્બર 2005 થી 24 નવેમ્બર 2010 સુધી
- 26 નવેમ્બર 2010 થી 17 મે 2014 સુધી
- 22 ફેબ્રુઆરી 2015 થી 15 નવેમ્બર 2015 સુધી
- 20 નવેમ્બર 2015 થી 26 જૂલાઈ 2017 સુધી
- 27 જુલાઈ 2017 થી 13 નવેમ્બર 2020 સુધી