નવી દિલ્હી: કોંગ્રેસના કેટલાક સાંસદોએ કેન્દ્ર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં દેશની સૌથી જૂની પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. બજેટ 2023-24 પર લોકસભામાં સામાન્ય ચર્ચા દરમિયાન, સીતારમણે કહ્યું, “અરે, ભ્રષ્ટાચારની વાત પર ડેટોલથી મોઢું ધોવું જોઈએ કોંગ્રેસીઓએ'
વેટ મામલે કોંગ્રેસને ઘેરી: કોંગ્રેસે હિમાચલમાં સરકાર બનતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી દીધો છે. નાણામંત્રીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, કોંગ્રેસે હિમાચલમાં સત્તામાં આવતાની સાથે જ ડીઝલ પર વેટ વધારી દીધો છે. આ કોંગ્રેસની સંસ્કૃતિ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 'તેઓ આરોપ લગાવશે, ગૃહમાંથી વોકઆઉટ કરશે પરંતુ સાંભળશે નહીં'.
કોંગ્રેસ શાસિત રાજ્યોનો હવાલો: ગૃહમાં કોંગ્રેસના સાંસદોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા નિર્મલા સીતારમણે કોંગ્રેસ પક્ષના નેતાઓને તેમના પોતાના પક્ષની કાર્ય સંસ્કૃતિનો હવાલો આપીને જવાબ આપ્યો. સીતારમણે કહ્યું, 'કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધાર્યો હતો. તમે હિમાચલ પ્રદેશમાં ડીઝલ પર વેટ વધાર્યો. આ કોંગ્રેસની સંસ્કૃતિ છે. તેઓ આક્ષેપો કરશે, ગૃહની બહાર જશે પણ સાંભળશે નહીં.
આ પણ વાંચો President Murmu: મહિલાઓ દેશમાં કોઈપણ જવાબદારી નિભાવવા સક્ષમ: રાષ્ટ્રપતિ મુર્મુ
પંજાબ સરકારે પેટ્રોલ ડીઝલ પર પણ વેટ વધાર્યો: નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે પંજાબ સરકારે પેટ્રોલ ડીઝલ પર પણ વેટ વધાર્યો છે, જેના પછી ભાવ વધીને ₹95 પ્રતિ લિટર થઈ ગયા છે. જ્યારે બીજેપીના એક સાંસદે નાણા પ્રધાને રાજસ્થાન પર બોલવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું, કે 'રાજસ્થાનમાં કંઈક ગડબડ છે થઇ છે, જાણવા મળ્યું છે કે ગયા વર્ષનું બજેટ આ વર્ષે વાંચ્યું છે, પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી સ્થિતિ કોઈની સામે ન આવે કે કોઈ ગયા વર્ષનું બજેટ વાંચે.'
અશોક ગેહલોતે ગયા વર્ષનું બજેટ વાંચ્યું: રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે શુક્રવારે ભૂલથી 2023-24ના બજેટને બદલે પાછલા બજેટના કેટલાક ભાગો વાંચી લીધા હતા. જોકે, બાદમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે બજેટનું માત્ર પ્રથમ પેજ જ ખોટું હતું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી હિંડનબર્ગ રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ મામલાને લઈને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, 'નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) મુશ્કેલીમાં મુકાયેલા અદાણી જૂથ સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.'