નવી દિલ્હીઃ રાજધાનીમાં નિક્કી યાદવ હત્યા કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ 9 ફેબ્રુઆરીના છે. જે સ્પષ્ટ કરે છે કે નિક્કી યાદવ 9 ફેબ્રુઆરી સુધી જીવિત હતી. આ ફૂટેજ ઉત્તમ નગરમાં તેના ભાડાના મકાનના છે, જ્યાં તે છેલ્લા 5 મહિનાથી ભાડે રહેતી હતી.
નિક્કી યાદવની હત્યા પહેલાના CCTV ફૂટેજ: પહેલા ફૂટેજમાં નિક્કી બપોરે 1 વાગ્યાની આસપાસ ઘરે આવતી જોવા મળે છે. બીજી તરફ બીજા ફૂટેજ લગભગ 9.30 વાગ્યાના છે. જેમાં તે બહાર જતી જોવા મળી રહી છે. ફૂટેજ જોતા એવું લાગે છે કે તે આરોપી સાહિલની રાહ જોઈ રહી છે કારણ કે સાહિલની 9 ફેબ્રુઆરીએ જ સગાઈ થઈ હતી અને તે જ રાત્રે નિક્કીના કોલ પર સાહિલ લગભગ 10:15 વાગ્યે તેની કારમાં ત્યાં આવ્યો હતો.
આરોપીની પુછપરછ: લગભગ 20 મિનિટ પછી તે નિક્કી સાથે આનંદ વિહાર તરફ ગયો. દરમિયાન રસ્તામાં તેણે પહેલા ગોવા અને પછી હિમાચલ જવાનું આયોજન કર્યું હતું. બાદમાં આનંદ વિહારથી ISBTમાં ગયા બાદ સાહિલે નિક્કીની હત્યા કરી હતી. હાલમાં સાહિલને દ્વારકા કોર્ટમાં રજૂ કર્યા બાદ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને નિક્કીની ડેડ બોડીને ફ્રિજમાં રાખ્યા બાદ તેનો શું પ્લાન હતો તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
Nityanand Rai Murder Threat : નિત્યાનંદ રાયની હત્યા કાવતરાનો વીડિયો વાયરલ, એકની ધરપકડ
નિક્કીએ લગ્ન માટે કર્યું હતું દબાણ: નિક્કીના ભાઈ જગદીશનું કહેવું છે કે પરિવારને સાહિલ વિશે કોઈ માહિતી ન હતી. આ સાથે તેમણે નિક્કી અને સાહિલના ગોવા જવા વિશે કે તેમના સંબંધો કે લગ્ન વિશે કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો છે. સાહિલની 9 ફેબ્રુઆરીએ જ સગાઈ થઈ હતી. આ વાત પર નિક્કી અને સાહિલ વચ્ચે ઝઘડો થયો હતો. નિક્કીએ સાહિલ અને તેના પરિવારને સંપૂર્ણપણે ફસાવી દેવાની ધમકી આપી. આ દરમિયાન ભારે ચર્ચા શરૂ થઈ હતી. જને પગલે સાહિલે નિક્કીની હત્યા કરી હતી.