નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ પહેલા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ની ટીમે ગઈકાલે રાત્રે દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બાટલા હાઉસ વિસ્તારમાંથી એક શંકાસ્પદની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર, NIAની ટીમે ISISનો ઓનલાઈન પ્રચાર ચલાવવાના આરોપમાં આ શકમંદની ધરપકડ કરી(Accused of promoting ISIS online) છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહસીન તરીકે થઈ છે.
આ પણ વાંચો - પત્ની અને પુત્રીનું શિરચ્છેદ કરનાર જિબ્રિલે કહ્યું- 'બધા મને મેન્ટલ કહેતા હતા, જોયું તેનું પરીણામ'
ISISનો પ્રચાર કરતો હતો - NIAની ટીમને શંકાસ્પદ આરોપી વિશે માહિતી મળી હતી કે, તે સોશિયલ મીડિયા પર ISISનો પ્રચાર ચલાવી રહ્યો છે. જેના પછી NIAની ટીમે શનિવારે સાંજે જામિયા નગરના બાટલા હાઉસ વિસ્તારમાં દરોડો પાડ્યો અને શંકાસ્પદ મોહસીનની ધરપકડ કરી. આરોપી બાટલા હાઉસ વિસ્તારના જોગાબાઈ એક્સટેન્શનમાં રહેતો હતો. NIAએ 25 જૂને IPCની કલમ 153A, અને 153B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISનો હાર્ડકોર અને સક્રિય સભ્ય છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસ પહેલા આ શંકાસ્પદ આરોપીની ધરપકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો - 9 વર્ષ પછી મળી ગુમ થયેલી બાળકી, પોલીસ માટે પણ ઓળખવી મુશ્કેલ