- ગાંધી મેદાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે નિર્ણય લીધો
- એકને છોડીને 9 દોષિતોને સજા સંભળાવવામાં આવી
- બ્લાસ્ટમાં 6ના મોત અને 87 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
પટના, બિહાર : 27 ઓક્ટોબર 2013ના રોજ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં થયેલા ગાંધી મેદાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Gandhi Maidan Bomb Blast Case) NIA કોર્ટે સજાની સંભળાવી કરી છે. કોર્ટે (NIA Court) તમામ 9 દોષિતોને સજા સંભળાવી છે. ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે તમામ 9 આરોપીઓને સજા સંભળાવી છે. NIA કોર્ટના સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાએ 4 આરોપીઓને ફાંસીની સજા, 2ને આજીવન કેદ, 2ને 10-10 વર્ષ અને 1ને 7 વર્ષની સજા સંભળાવી.
9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા
દોષિતોમાં ઈમ્તિયાઝ અંસારી, હૈદર અલી, નવાઝ અંસારી, મુઝમુલ્લા, ઉમર સિદ્દીકી, અઝહર કુરેશી, અહેમદ હુસૈન, ફિરોઝ અસલમ, ઈફતેખાર આલમનો સમાવેશ થાય છે. કોર્ટમાં આ કેસની સુનાવણી 27 ઓક્ટોબરે પૂર્ણ થઈ હતી. એક આરોપીને છોડીને અન્ય તમામ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પુરાવાના અભાવે ફકરુદ્દીનને છોડી મૂક્યો હતો.
નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન બ્લાસ્ટ
પટનાના ગાંધી મેદાનમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી (વર્તમાન વડાપ્રધાન)ની હુંકાર રેલીનો કાર્યક્રમ હતો. આથી, ગાંધી મેદાન અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો મોટી સંખ્યામાં ટ્રેનોમાં આવી રહ્યા હતા. જેના કારણે પટના જંકશનથી ગાંધી મેદાન સુધી માત્ર ભીડ જોવા મળી રહી હતી.
માનવ બોમ્બ બનીને બ્લાસ્ટ
પહેલો વિસ્ફોટ પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર 10 પર સવારે લગભગ 9.30 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિના સ્થળ પર જ ચીંથરા ઉડી ગયા હતા. તે જ સમયે ધર્મા કુલીએ ભાગતા એક વ્યક્તિને પકડી લીધો. ધરપકડ કરાયેલા શખ્સે બાદમાં પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તે આતંકવાદી ઈમ્તિયાઝ હતો અને તેની કમરની આસપાસ એક ઘાતક બોમ્બ બાંધેલો હતો.
વિસ્ફોટોમાં 6 લોકો માર્યા ગયા હતા
ઈમ્તિયાઝની ધરપકડ બાદ તેની પૂછપરછ ચાલી રહી હતી તે જ સમયે ગાંધી મેદાનમાં પહોંચેલી ત્રણ લાખની ભીડમાં તેના સાથીદારો બોમ્બ વિસ્ફોટ કરી રહ્યા હતા. તે સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી (હાલના વડાપ્રધાન) હુંકાર રેલીને સંબોધિત કરી રહ્યા હતા. કુલ 7 શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 6 લોકો માર્યા ગયા અને 87 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.