- રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા
- જમ્મુમાં 5 કિલો IEDની પુન:પ્રાપ્તિના સંદર્ભમાં દરોડા પાડ્યા
- આતંકવાદી નદીમની ધરપકડ પછી વધુ બે લોકોની ધરપકડ કરાઇ
જમ્મુ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)એ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા છે. તેમાંથી શોપિયાં, અનંતનાગ, બનિહાલ અને સુંજવાન અગ્રણી છે. જમ્મુમાં IED પુન:પ્રાપ્તિ કેસમાં પોલીસે અગાઉ પકડાયેલા LEMના ટોચના કમાન્ડર હિદાયતુલ્લા મલિકની ધરપકડ અને જમ્મુમાં 5 કિલો IEDની પુન:પ્રાપ્તિના સંદર્ભમાં દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: NIA દ્વારા શ્રીનગરમાં રેડ, કાર્યવાહીનું કારણ અસ્પષ્ટ
રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ, રામબન અને કાશ્મીર સહિત 14 સ્થળોએ દરોડા પાડી રહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ, રામબન અને કાશ્મીર સહિત 14 સ્થળોએ દરોડા પાડી રહી છે. જમ્મુના ધાર્મિક સ્થળો આતંકવાદીઓના નિશાના પર હતા. નદીમને પોલીસે જમ્મૂના નરવાલ વિસ્તારમાંથી તે જ દિવસે ધરપકડ કરી હતી જે દિવસે એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કચ્છમાંથી ISI એજન્ટ ઝડપાયો, પાકિસ્તાન માટે ગુપ્ત જાણકારીઓ પહોંચાડતો હતો
25 જુલાઈએ કુપવાડામાં આશરે 5 કિલો IED પ્રાપ્ત કર્યો
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે પોલીસ અને સુરક્ષા દળો સક્રિય છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે રવિવારે (25 જુલાઈ) કુપવાડામાં આશરે 5 કિલો IED પ્રાપ્ત કર્યો હતો. તે કેસમાં આતંકવાદી નદીમની ધરપકડ પછી વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો -
- NIAના રાજકોટમાં ધામા, રામોડિયા બંધુઓની પૂછપરછ શરૂ
- મનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા
- નકલી નોટ મામલોઃ સ્પેશ્યલ કોર્ટે વધુ 2 દોષીતોને 6 વર્ષની જેલની સજા સંભળાવી
- ટેરર ફંડિંગ કેસ: NIA એ શ્રીનગર અને દિલ્હીમાં નવ સ્થળોએ પાડી રેડ
- કેરળમાં ઝડપાયેલી સોનાની તસ્કરીનું કનેક્શન દાઉદ સાથે હોવાની આશંકાઃ NIA